જંબુસરના મઘણાદ ખાતે સગીર વિધાર્થીનીની છેડતી કરનાર છેલ્લા ૨ મહિનાથી નાસતો ફરતો શિક્ષક આખરે પોલીસ ગિરફ્તમાં

0
241

ભરૂચ:

જંબુસર તાલુકાના મંગણાદ ગામની પ્રાથમિક શાળામાં લેશન કરવાના બહાને બોલાવી શાળાના શિક્ષક ઈદ્રીશ માસ્તર રીશેષ દરમ્યાન ઓરડામાં ખોળામાં બેસાડી  ૨  માસ અગાઉ શિક્ષક દ્વારા સગીર વિધાર્થિનીની છેડતી સાથે શારીરિક અડપલા કરતો હતો. શિક્ષકે કરેલ કૃત્યની આપવીતી સગીરાએ પોતાના પરિવારજનોને કહી હતી ત્યારબાદ સગીરાના પરિવારજનો જંબુસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા આરોપી ઈદ્રીશ માસ્તર છેલ્લા ૨ મહિનાથી નાસતો ફરતો હતો ત્યારે જંબુસર વિભાગના ડી.વાય.એસ.પી. એ.જી. ગોહિલે સઘન તપાસ કરતા બાતમીના આધારે ઈદ્રીશ માસ્તરને જંબુસરના ડાભા ચોકડી પાસેથી ઝડપી પાડી જેલ હવાલે કરી દીધો છે. હાલ આ કેસની વધુ તપાસ ડી.વાય.એસ.પી. એ.જી. ગોહિલ ચલાવી રહયા છે.

 

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY