માગરોળ અને માંડવી તાલુકાના જંગલમાં સુજલામ સુફલામ્ સુફલામ્ યોજના હેઠળ બનાવવામાં આવેલી વનતલાવડીઓ એ જંગલ નાં વૃક્ષો નું કર્યું નિકંદન

0
345

માંગરોળ અને માંડવી તાલુકાના જંગલોમાં સરકાર દ્વારા સુજલામ સુફલામ્ યોજના હેઠળ વનતલાવડીઓને મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ એ તલાવડીઓ બનાવવામાં જંગલ નાં વૃક્ષો નો કચ્ચરઘાણવાળી દેવામાં આવ્યો છે.સરકાર દ્વારા જળ સંગ્રહ થાય એવા ઉમદા હેતુથી વન તલાવડીઓ મંજૂરી તો આપી દીધી પરંતુ વનતલાવડીઓ બનાવનારા કોન્ટ્રાક્ટરો કે લાગતાં વળગતા અધિકારીઓ ની બેદરકારી ગણો કે એમની મીઠી નજર હેઠળ વૃક્ષો નો દાટ વાળી દેવામાં આવ્યો છે.

એક તરફ વિશ્વ આખું વૃક્ષો વાવી ને પર્યાવરણ ને બચાવવા માટે પ્રયત્ન કરી રહ્યું છે.વધતી જતી ગ્લોબલ વોર્મિંગ ની સમસ્યા ને લ‌ઈ સરકાર દ્વારા પણ વૃક્ષો ને ઉછેર માટે લોકો માં જાગૃતિ ફેલાવવા માં આવે છે.ત્યારે જંગલ નું રક્ષણ કરનારાં જ વૃક્ષો નું ભક્ષણ કરશે તો જંગલોનો સફાયો થવા માં વાર નહીં લાગે… વનતલાવડીઓ બનાવવા મશીન દ્વારા વૃક્ષો ઉખાડીને ફેંકી દેવામાં આવ્યા હોય એના જવાબદાર કોણ? વનતલાવડીઓ બનાવવા માનવદિનની ગણતરી કરવામાં આવી હોય તો નજીક નાં ગામડાં નાં કેટલાં લોકો ને રોજગારી મળી ? નજીક માં આવેલા આદિવાસી ગામના લોકો માં વૃક્ષો ઉખાડી ને ફેંકી દેવાતા વનતલાવડીઓ બનાવનારાઓ માટે રોષ ની લાગણી જોવાં મળી રહી છે. .

આ બાબતે જો યોગ્ય તપાસ હાથ ધરવામાં આવે તો માંગરોળ અને માંડવી તાલુકામાં કેટલી વનતલાવડીઓ બની અને એમાં કેટલા વૃક્ષો ઉખાડીને ફેંકી દેવામાં આવ્યા એ એક હવે તપાસ નો વિષય છે.જોવાનુ હવે એ રહ્યું કે યોગ્ય તપાસ થશે કે કેમ? .

રિપોર્ટર માંગરોળ. ભુપેન્દ્ર ચૌધરી                             .મો.નં.૯૯૦૪૬૮૬૬૦૪

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY