સાંસદ મનસુખ વસાવાનાં આકરા તેવર: ગુજરાતના આદિવાસી નેતા જાગૃત નથી પરંતુ આદિવાસી સમાજ જાગૃત થઇ ગયો છે.

0
825

ભરૂચ,

નેત્રંગ તાલુકામાં સાંસદ મનસુખ વસાવાના સંમેલનમાં મોટી સંખ્યામાં કાર્યકર્તા ઉમટી પડયા હતા.

પ્રાપ્ત માહિતી મુજબ ભરુચ જિલ્લાના નેત્રંગ તાલુકાના મથકે આવેલ આનંદ પાર્ટી પ્લોટમાં ભરૂચ લોકસભાના સાંસદ મનસુખભાઇ વસાવા દ્વારા વાલીયા, ઝઘડીયા, નેત્રંગ, ડેડીયાપાડા અને સાગબારા તાલુકાનું કાર્યકર્તા સંમેલન યોજવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તા ઉમટી પડયા હતા. જેમાં મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે ગુજરાતના આદિવાસી નેતા જાગૃત નથી. પરંતુ આદિવાસી સમાજ જાગૃત થઇ ગયો છે. જેમાં આદિવાસી સીટ ઉપરથી ચૂંટણી જીતનાર નેતાઓ આદિવાસી સમાજના હક્કો અને અધિકારો માટે બોલતા નથી. સંકોચ અનુભવે છે. જેથી આવા નેતાઓ વિરૂધ્ધ આગામી સમયમાં હું જાતે જ ચળવળ ચલાવવાનો છે. તેવો હુંકાર વ્યક્ત કર્યો હતો.

જ્યારે તેમણે વધુમાં જણાવ્યું હતું કે આદિવાસી સમાજના ખોટા પ્રમાણપત્રો લઇને પી.એસ.આઇ., મામલતદાર, ડી.વાય.એસ.પી. સહિત વિવિધ સરકારી વિભાગમાં રબારી, ભરવાડ, ચારણો અને સીદી મુસલમાનોએ નોકરી લઇ લીધી છે.જેથી તેમની યોગ્ય તપાસ થાય અને બહાર કાઢવા પડશે. જ્યારે સમગ્ર આદિવાસી સમાજનો સર્વાંગી વિકાસ થાય તે માટે આદિવાસીઓએ જાગૃત થવું પડશે તેવું જણાવ્યું હતું.

જ્યારે ભરૂચ-નર્મદા જિલ્લાના આદિવાસી વિસ્તારમાં વિકાસ દેખાતો નથી જેમાં પીવાના પાણીના પ્રશ્નો, સિંચાઇ, શિક્ષણ, આરોગ્ય, રોજગારી, જંગલ, જમીન, ખેડાણ અને ખાણ-ખનીજોના અધિકારોજેવા પ્રશ્નોની રજુઆત સાંભળી યોગ્ય સ્તરે કરવાનું આશ્વાસન પાઠવ્યું હતું.

આ પ્રસંગે ભરૂચ સાંસદ મનસુખભાઇ વસાવા, ઝઘડીયા ભાજપ પ્રમુખ નરેન્દ્ર વસાવા, સેવન્તુભાઇ વસાવા, ચંદનભાઇ વસાવા, નર્મદા જી. પંચાયતના પૂર્વ પ્રમુખ શંકરભાઇ વસાવા સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહયા હતા. ભરૂચ સાંસદ મનસુખ વસાવાએ આકરા તેવરમાં જણાવ્યું હતું કે પાર્ટી ૨૦૧૯માં ટિકિટ નહિં આપે તો વાંધો નહિં પરંતુ આદિવાસી સમાજના હક્કો, અધિકારો અને સર્વાંગી વિકાસ માટે લડતો રહીશ તેવી ઉપસ્થીત કાર્યકર્તાઓ સમક્ષ પ્રતિબધ્ધતા વ્યક્ત કરી વધુમાં તેમણે ઉમેર્યું હતું કે હવે મને ચૂંટણી લડવાનો કોઇપણ જાતનો મોહ રહયો નથી. હું હર હંમેશ આદિવાસી સમાજના ઉત્થાન માટે તેમના પ્રશ્નોની રજૂઆત કરી તેમના અધિકારો મેળવવા લડત આપતો રહીશ.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY