મારામારીના દ્રશ્યો સીસીટીવીમાં કેદ જૂનાગઢમાં ખુલ્લેઆમ દાદાગીરી, વેપારીને ઢોર માર માર્યો

0
88

જુનાગઢ,
તા.૧૪/૦૩/૨૦૧૮

મફતનો માલ પોતાનો કરી લેવા લુખ્ખા તત્વો ગમે તે હદે જઇ શકે છે. આવુજ કંઇક થયુ જૂનાગઢના કાપડ બજારમાં. રેડીમેડની દુકાનમાં કપડા લેવા આવેલ ૪ શખ્શો પાસે વેપારીએ પૈસા શુ માંગ્યા બસ વેપારીનુ આવી બન્યુ અને ચારેય શખ્શો ધોકા વડે વેપારી બંધુઓ પર તૂટી પડયા અને વેપારીઓને બેફામ માર માયોઁ.

જૂનાગઢની માંગનાથ શેરીમાં આવેલ રેડીમેડ ગારમેન્ટની દુકાનમાં સમી સાંજે ધમાચકડી મચી ગઇ. દુકાનમાં કપડા લેવા આવેલા ચાર શખ્શોએ પૈસા આપવાની બાબતે વેપારી સાથે માથાકૂટ કરી અને જાતજાતામાં લાકડાના ધોકા વડે વેપારી બંધુઓને ફટકારવા લાગ્યા. દુકાનમાં ભારે હંગામો મચાવી રહેલા આ ચારેય વ્યક્તએ પોલીસને પણ ભાંડતા રહયા અને ફરાર થઇ ગયા.જાકે, સમગ્ર ઘટનાનાં સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ છે પોલીસે હાલમાં વેપારીની ફરીયાદ લઇ આરોપીઓને દબોચી લેવા ઓપરેશન હાથ ધર્યુ છે.

ઘટનાની વાત કરીએ તો, જૂનાગઢના માંગનાથ રોડ આવેલ કલાસીક રેડીમેડ ગારમેન્ટની દુકાનમાં પહેલા બે શખ્શો આવ્યા હતા અને કપડાની ખરીદી કરવા લાગ્યા હતા. ત્યાર બાદ અચાનક અન્ય બે શખ્શો દુકાનમાં પ્રવેશ્યા અને કપડા પેક કરવાનુ કહી પૈસા આપવાની બાબતે વેપારી સાથે રકઝક કરવા લગ્યા હતા. બાદમાં આ લોકોએ વેપારીઓ ઉપર ગાળોનો વરસાદ વરસાવતા ધોકા વડે તૂટી પડયા હતા અને સાથે મૂક્કા અને ફડાકા વાળી કરી હતી.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY