માર્ગ અને મકાન વિભાગે જબરજસ્તી ઉભા પાકે ખેડૂત ને બહાર કાઢયાની ફરિયાદ આયોગ તપાસ માં આવ્યું

0
123

ખેડૂતે કોઈપણ જાતનું વળતર ના સ્વીકાર્યું હોય જમીન મૂળ માલિક ને વિભાગે પરત આપી દેવી જોઈએ 

રાજપીપલા :
રાજપીપલા ના વડીયા  ચોકડી પાસે બનનારું માર્ગ અને મકાન વિભાગ નું અતિથિ ગૃહ હાલ વિવાદ માં સપડાયું છે. રાજ્યના મુખ્ય મંત્રી એ જેતે ખડૂતને કોઈપણ બાંધકામ વગર જમીન પરત આપવાના હુકમ નો પણ માર્ગ અને મકાન વિભાગે ગણકાર્યો નહિ અને બાંધકામ શરૂ કરી દેતા ખેડૂતે કેન્દ્રીય આદિજાતિ આયોગ માં ફરિયાદ કરી છે. ત્યારે  આયોગે તપાસ કરતા આ જમીન વિવાદ માં આવી છે. ખેડૂતે કોઈપણ જાતનું વળતર ના સ્વીકાર્યું હોય જમીન મૂળ માલિક ને વિભાગે પરત આપી દેવી જોઈએ। 

પ્રાપ્ત માહિતી અનુસાર નાંદોદ તાલુકાના વડીયા ગામની સિમ અને વડીયા ચોકડી પર આવેલ સર્વે નંબર 56/1 અને 56/2 ભુપત વિઠઠલભાઈ વસાવા ની છે, 1983-84 માં માર્ગ અને મકાન વિભાગે ખેડૂતની મરજી વિરુદ્ધ વિભાગે અન્ય સરકારી ગોચર જમીન હોવા છતાં સંપાદન કરી લીધી, જેથી ખેડૂત ભુપત વસાવા એ મુખ્ય મંત્રી ને રજૂઆત કરી હતી. જેથી માર્ગ અને મકાન વિભાગને સૂચના આપવામાં આવી કે આ ખેડૂત ની જમીન માં કોઈણ જાતનું બાંધકામ કર્યા વગર જમીન પાછી આપવી જોકે ત્યાર બાદ ખેડૂત 1983 થી 2012 સુધી આ જમીન પર ખેતી કરી જીવન નિર્વાહ કરતો રહ્યો, પરંતુ 2012 માં આચારસંહિતા માં પણ પ્રાંત અધિકારી પોલીસ પ્રોટેક્સન લઈને માર્ગ મકાન વિભાગ સાથે આવી ખેડૂત ને આ ખેતરમાં થી ખેતી કરતો અટકાવી બહાર કાઢ્યો જોકે ત્યાર બાદ કોર્ટના દ્વાર પણ ખખડાવ્યા, અને હાલ કેન્દ્રીય આદિજાતિ આયોગને ફરિયાદ કરતા આયોગે આજે આદિવાસી ખેડૂતની હાલત જાણી છે અને ન્યાય આપવાની ખાતરી આપી છે. 

આ  બાબતે ખેડૂત ભુપત વસાવા એ જણાવ્યું હતું કે મુખ્ય મંત્રી ની સૂચના હોવા છતાં માર્ગ અને મકાન વિભાગ દાદાગીરી કરીને અમારી જમીન સંપાદિત કરી લીધી સરકારી જમીનો ઘણી છે છતાં આદિવાસી ખેડૂત સાથે આન્યાય કર્યો છે, અમે કોઈ પણ જાતનું વળતર સ્વીકાર્યું નથી તો નિયમ મુજબ જેતે જગ્યા જમીન મૂળ માલિક પરત આપવી પડે છતાં વિભાગે કાયદાનું ઉલ્લંઘન કરી ને બાંધકામ પણ કર્યું છે. આમારે કોઈપણ સંજોગોમાં અમારી જમીન પરત જોઈએ અમે કેન્દ્રીય આદિજાતિ આયોગ ને ફરિયાદ કરી આયોગ પર આમોને પૂર્ણ વિશ્વાસ છે જેમને સ્થળ તપાસ કરી છે અમને જમીન આપાવશે, 

રિપોર્ટર- નર્મદા.ભરત શાહ.મો.નં.9408975050

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY