પશુપતિ માર્કેટમાં સાડી ખરીદવા ગયેલી મહિલાના પર્સમાંથી દાગીના-રોકડની ચોરી

0
540

અડાજણ રોડ મકનજી પાર્ક અમીજરા બિલ્ડીંગ  માં રહેતા રૂપલબેન પિન્ટુભાઈ દોશી ગત ૭મીના રોજ બપોરે ત્રણ વાગ્યે રીંગરોડ પશુપતિ માર્કેટમાં સાડી ખરીદવા પુત્રી સાથે ગયા હતા. સાડી ખરીદતા હતા ત્યારે કોઈ અજાણ્યો ઈસમ નજર ચૂકવી તેમના પર્સમાંથી રોકડા રૂ. ૨૯૦૦ અને મંગળસૂત્ર તેમજ ડાયમંડ મઢેલું પેન્ડલ- બંનેની કિંમત રૂ.૪૦,૦૦૦ મળી કુલ રૂ. ૪૨,૯૦૦ની મત્તા ચોરી ગયો હતો. આ અંગે રૂપલબેને ગતરોજ સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા એ.એસ.આઈ. ઠાકોરભાઈ વધુ તપાસ કરી રહ્યા છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY