માતા બની હેવાન, ત્રણ વર્ષના બાળકને ક્રુરતા પૂર્વક માર માર્યો

0
169

ભાવનગર,
તા.૧૩/૦૩/૨૦૧૮

ભાવનગરમાં ગત રાત્રીના બે વાગ્યાના સમયે એક માતાએ તેના ભાઈ તથા ભાભી સાથે મળીને તેના આગલા ઘરના ૩ વર્ષના બાળકને ક્રુરતા પૂર્વક માર માર્યો હતો. રાત્રીના સમયે રસ્તા પર માર મારવાની ઘટનાના પગલે આસપાસના લોકો દ્વારા આ બાળકને તાત્કાલિક સારવાર માટે સર.ટી.હોસ્પટલમાં લાવવામાં આવ્યો હતો. જ્યાં તેની સારવાર હાથ ધરવામાં આવી છે. તેમજ ચાઈલ્ડકેરના અધિકારી દ્વારા આ મામલે વધુ કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે તેમજ પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી છે.

ભાવનગર શહેરના સિંધુનગરના ઘોઘારીનગરમાં રહેતા ગવુંબેન કિશોરભાઈ રાઠોડ કે જેમણે અગાઉ કાંગસિયા સમાજના કોઈ વ્યક્તિ સાથે લગ્ન કર્યા હોય અને ત્યારબાદ છૂટાછેડા લઇ અન્યત્ર લગ્ન કર્યા હતા. ગવું બેનના અગાઉના લગ્ન સમયગાળા દરમ્યાન એક બાળકનો જન્મ થયો હતો અને હાલ તે ત્રણ વર્ષ આજુબાજુની ઉમર થયો છે. ત્યારે આગલા ઘરનું આ બાળક તેને ગમતું ન હોવાથી આ બાળકને માતા તેના ભાઈ-ભાભી સાથે મળીને છેલ્લા ત્રણ દિવસથી બાંધીને માર-મારતા હતા. તેમજ ગત રાત્રીના સમયે તો હેવાનિયતની તમામ હદ પાર કરી આ બાળકને રસ્તા પર લાવી તવેતા જેવી કોઈ ગરમ વસ્તુ વડે તેને માર મારવામાં આવ્યો હતો, જેના પગલે બાળકને પીઠ તથા પગના ભાગે ભારે ઈજા થવા પામી હતી.

આ બનાવના પગલે આસપાસના રહીશો ત્યાં દોડી ગયા હતા અને બાળકને માતાના કબ્જામાંથી છોડાવી તાત્કાલિક સારવાર માટે સર.ટી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. તેમજ આ બનાવ અંગે ચાઈલ્ડ કેરમાં પણ જાણ કરવામાં આવી હતી. આ બનાવને પગલે તાકીદે ચાઈલ્ડ કેરના અધિકારીઓ ત્યાં દોડી ગયા હતા. તાકીદે બાળકની તમામ પ્રકારની જરૂરી સારવાર હાથ ધરવામાં આવી હતી. બાળકની માતા અગાઉ તેને ખુબ માર મારતી હોય જેથી બાળક સાવ ગભરાઈ ગયું હતું. તેને પૂછતાં તે માત્ર મોઢું હલાવીને જવાબ આપતો હતો પરંતુ બીકના કારણે તે કાઈ બોલી શકતો ન હતો.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY