માતાને લાગ્યું મારૂ બાળક લઇ ગઇ મહિલાને લાગ્યું બાળકને તરછોડી ગઇ

0
129

ચાર દિવસ અગાઉ સ્મીમેર હોસ્પિટલમાંથી એક બાળકનું અપહરણ થયું હતું. બાદમાં આજે ફરી સ્મીમેરના ગાયનેક વિભાગની ઓ.પી.ડી. પાસે મહિલાએ સાચવવા આપેલી તેની બાળકી ગાયબ થઇ હોવાની શંકાથી ભાગદોડ મચી ગઇ હતી. સ્મીમેર હોસ્પિટલથી મળેલી વિગત મુજબ પરવતગામમાં સંતોષનગરમાં રહેતા ૩૫ વર્ષીય પ્રિતમબેન રણજીતભાઇ ચૌહાણ ગર્ભવતી હોવાથી તપાસ માટે આજે સવારે પોતાની ૧ વર્ષીય પુત્રી પ્રિયાંકીને લઇને સ્મીમેર હોસ્પિટલમાં ગાયનેક વિભાગની ઓ.પી.ડી.માં આવ્યા હતા. ત્યાં તે લાઇનમાં ઉભા હતા. પ્રિતમબેનનો તબીબ પાસે જવા માટે નંબર આવ્યો હોવાથી પાછળ ઉભેલા મહિલા દર્દી પાયલબેનને બાળકીને સોંપી ઓ.પી.ડી.માં ગયા હતા. થોડા સમય બાદ પાયલબેનનો પણ નંબર આવતા બાળકીને તેમની સાસુ મધુબેનને સોંપીને તે ઓ.પી.ડી.માં ગયા. વારાફરતી બંને મહિલા ઓ.પી.ડી.માંથી બહાર નીકળી હતી. પણ એકબીજા પર નજર પડી ન હતી.ઓ.પી.ડી.ની બહાર નીકળેલી પ્રિતમબેનને પાયલબેન અને તેમને સાચવવા આપેલી બાળકી નહીં દેખાતા બેબાકળી બની ગઇ હતી. તે રડતી રડતી બાળકીને સ્મીમેર હોસ્પિટલનાં વિવિધ વિભાગમાં શોધવા નીકળી હતી. તેને લાગ્યું કે બાળકીને લઇને મહિલા જતી રહી. જ્યારે બીજી તરફ પાયલબેન, તેમના સાસુ મધુબેન એવું સમજ્યા કે બાળકીને તરછોડીને મહિલા જતી રહી. તેઓ પણ માતાને શોધવા માટે સ્મીમેરમાં વિવિધ વિભાગમાં ફર્યા હતા. દરમિયાન પ્રિતમબેનની બાળકી નહીં મળતા તબીબ સહિતના કર્મચારીને જાણ કરી હતી. જેથી સી.સી.ટી.વી. કેમેરા ચેક કર્યા હતા. જેમાં મહિલા બાળકીને લઇને બેસેલી નજરે ચઢી હતી. સિક્યુરીટી તથા પ્રિતમબેન એ જગ્યાએ જતાં હતા, તે પહેલા જ પાયલબેન બાળકીને લઇને સિક્યુરીટી ગાર્ડની ઓફિસમાં આવ્યા હતા. એમ અડધાથી પોણા કલાકમાં મેલો ડ્રામા પછી ગુમ થયેલી બાળકી માતાને મળતા હાશકારો અનુભવ્યો હતો. નોંધનીય છે કે, બંને મહિલાઓની ગેરસમજથી સ્મીમેરમાં ભાગદોડ મચી ગઇ હતી.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY