ખાસ મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા અંતર્ગતજિલ્લા ચુંટણી ઓબ્ઝર્વર ડી.જી.પટેલના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ

0
89

સૂરતઃ

ખાસ મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા-૨૦૧૮ અંતર્ગત ચુંટણી ઓબ્ઝર્વર અને સુપ્રીન્ટેન્ડટ ઓફ સ્ટેમ્પ એન્ડ ઈન્ડ.જનરલ ઓફ રજીસ્ટ્રેશન, ગાંધીનગરના ડી.જી પટેલના અધ્યક્ષસ્થાને સુરત જિલ્લાની ૧૬ વિધાનસભાના ચુંટણી અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી.
બેઠકમાં ઓબ્ઝર્વર ડી.જી.પટેલે જણાવ્યું હતું કે, ખાસ સંક્ષિપ્ત સુધારણા અંતર્ગત નામ કમી કરવા માટે આવતી ફોર્મ નં.૭ની અરજીઓને યોગ્ય ચકાસણી કર્યા વિના નામોને કમી કરવા નહી. ઝુબેશના દિવસો દરમિયાન ક્રોસ ચેકીગ કરીને કામગીરી પર દેખરેખ રાખી વધુમાં વધુ લોકો મતદાર યાદી સુધારણાનો લાભ લે તેવા પ્રયાસો કરવા પર ભાર મૂકયો હતો. સમયાતરે પદાધિકારીઓ, ઉચ્ચ અગ્રણીઓ, મીડિયાના પ્રતિનિધિઓના નામો અપડેટ થાય, કામકાજને અનુરૂપ કર્મચારીઓને તાલીમો અપાય તેની કાળજી લેવા જણાવ્યું હતું.
નાયબ જિલ્લા ચુંટણી અધિકારી સી.પી.પટેલે જિલ્લામાં મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણાની વિગતો આપતા કહ્યું કે, ૨૨મી જાન્યુઆરીથી ૧૨મી ફેબ્રુઆરી દરમિયાન નવા નામ નોંધવા માટે ફોર્મ નં.૬ અંતર્ગત ૬૮,૧૪૨ અરજીઓ, ફોર્મનં.૭ નામો કમી કરવા અંગેની ૧૬,૩૨૭ અરજીઓ, ફોર્મનં.૮ અંતર્ગત ૨૭,૩૪૪ જેટલી સુધારા અરજીઓ, ૮(એ) અંતર્ગત ૭૨૦૭ જેટલી એક વિધાનસભામાં મતદારની ટ્રાન્સફરની અરજીઓ આવી હોવાની વિગતો આપી હતી.
બેઠકમાં અધિક કલેકટર સંજય વસાવા તથા ૧૬ વિધાનસભાના ચુંટણી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY