મે મહિનાની ગરમી સહન થાય પણ કોંગ્રેસની સરકાર નહીં : મોદી

0
126

ક્લબુર્ગી,
તા.૩/૫/૨૦૧૮

કર્ણાટકમાં મેદાને જંગ,વડાપ્રધાને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા

કર્ણાટકમાં પાણી સંકટ માટે કોંગ્રેસ જવાબદાર,કોંગ્રેસે સૈનિકોને ગુંડા કહેવાનું પાપ કર્યું છે,કોંગ્રેસ અમારી પાસે સર્જીકલ સ્ટ્રાઇકના પુરાવા માગે છે

કર્ણાટક વિધાનસભાની ચૂંટણી માટે એક રેલીને આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધી હતી. વડાપ્રધાને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યાં હતાં. મોદીએ કહ્યું હતું કે, કર્ણાટકના લોકો હવે કોંગ્રેસ સરકારને સહન નથી કરી શકતા. કર્ણાટકના પાંચ વર્ષ બરબાદ થઈ ગયા. આજે દેશના દરેક ખુણેથી કોંગ્રેસ પાર્ટીનો સફાયો થઈ રહ્યો છે. પીએમ મોદીએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની પણ ઝાટકણી કાઢી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર જારદાર કટાક્ષ કરતાં કહ્યું હતું કે, આ સભાને જાઈને લાગે છે કે મે મહિનાની ગરમી સહન થાય પણ કોંગ્રેસ સરકાર નહીં. ચૂંટણીઓ તો આવતી જતી રહે છે પણ આવો જનસૈલાબ તો ભાગ્યે જ જાવા મળે છે.

કર્ણાટકના કલબુર્ગીમાં રેલીને સંબોધિત કરતા સ્થાનિક ભાષામાં વાતની શરૂઆત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, ચૂંટણીઓ માટે હાર-જીત માટે નથી, પરંતુ આ યુવાઓના ભવિષ્યની ચૂંટણી છે. રાજ્યમાં અમારી સરકાર આવશે તો કેન્દ્ર અની રાજ્ય સરકાર ખભેથી ખભો મેળવીને ચાલશે અને વિકાસના કામો કરશે. સરદાર વલ્લભ ભાઈ પટેલનો કલબુર્ગી સાથે ખાસ સંબંધ છે. જ્યારે નિઝામે સમજુતી પર હસ્તાક્ષર કરવાનો ઈનકાર કરી દીધો હતો, ત્યારે સરદાર પટેલે તેમને ઘુંટણીયા ટેકવા મજબુર કર્યાં હતાં.

જ્યારે પણ સરકાર પટેલનું નામ આવે છે ત્યારે કોંગ્રેસના એક જ પરિવારનીએ ઉંઘ હરામ થઈ જાય છે. સરદાર પટેલનો તિરસ્કાર કરવો કોંગ્રેસના સ્વભાવમાં છે.

વડાપ્રધાને સેનાના બહાને પણ કોંગ્રેસ પર નિશાન તાક્યું હતું. પીએમ મોદીએ કહ્યું હતું કે, જ્યારે દેશના જવાનોએ પકિસ્તાનમાં ઘુસીને સર્જીકલ સ્ટ્રાઈક કરી તો કોંગ્રેસે તેના પર પણ સવાલ ખડાં કર્યા. કોંગ્રેસે સર્જીકલ સ્ટ્રાઈકના પુરાવાઓ માંગ્યા હતાં. કોંગ્રેસના નેતાઓ આપણા રાષ્ટગીત વંદે માતરમનું પણ અપમાન કરે છે.

ફિલ્ડ માર્શલ કરીઅપ્પા હોય કે જનરલ કે એસ થિમૈયા. દરેકનું કોંગ્રેસે અપમાન કર્યું છે. ૧૯૪૮માં જ્યારે પાકિસ્તાન સામે આપણા જનરલ થિમૈયાજીના નેતૃત્વમાં યુદ્ધ જીત્યું તો તત્કાલિન વડાપ્રધાન નેહરૂ અને સંરક્ષણ મંત્રીએ વારંવાર તેમનું અપમાન કર્યું. આખરે થિમૈયાએ રાજીનામું આપવું પડ્યું. આવી જ રીતે ભારત-ચીનની ઘટના પણ ઈતિહાસમાં અંકાયેલી છે. ફિલ્ડ માર્શક કરિયપ્પા પર પણ કોંગ્રેસે સવાલ ઉભા કર્યાં. તેવી જ રીતે કોંગ્રેસે સર્જિકલ સ્ટ્રાઈક બાદ સેનાના નાયકોને ગુંડા ગણાવ્યા.

પીએમ મોદીએ કહ્યું હતું કે, જ્યારે અમે એમએસપીની વાત કરીએ છીએ તો કોંગ્રેસને તકલીફ થાય છે. કોંગ્રેસે અનેક વર્ષો સુધી સ્વામિનાથાન રિપોર્ટને લાગુ ના કર્યો. અમારી સરકારે તેને કરી બતાવ્યો. જા કોંગ્રેસના નેતાઓ સાચુ ન બોલી શકતા હોય તો ચુપ તો રહી જ શકે છે.

કોંગ્રેસ નેતા મલ્લકાર્જુન ખડગે પર પ્રહાર કરતા નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, આ ચૂંટણીમાં ખડગે દલિતોના નામના ગીત ગાઈ રહ્યાં છે, જ્યારે ગત ચૂંટણીમાં ખડગેને રાજ્યના મુખ્યમંત્રી બનાવવાની વાત કહેવામાં આવી હતી. જ્યાં પણ કોંગ્રેસને તક મળે છે, તે માત્ર ત્યાં માત્ર કેટલાક પરિવારો જ ફુલે ફાલે છે. શું કોઈ અનુંમાન લગાવી શકે કે ખડગેની સંપત્તિ કેટલી હશે? શું આ દલિતોનો વિકાસ થયો?

કર્ણાટકમાં દલિતો પર ખુબ જ અત્યાચાર થયા છે, બીદરમાં દલિતની દિકરી સાથે શું થયું હતું તે સોશિયલ મીડિયા પર હજી પણ મોજુદ છે. દિલ્હીમાં કેંડલ માર્ચ કાઢનાર કોંગ્રેસના નેતાઓને હું પુછવા માંગુ છું કે, અહીં એક દલિતની દિકરી સાથે અત્યાચાર થયો ત્યારે તમારી કેંડલ લાઈટ ક્્યાં ખોવાઈ ગઈ હતી. તમારા નેતાઓ ક્યાં ઉભા હતાં. અમારી સરકારે જીઝ્ર/જી્‌ના કાયદાને મજબુત બનાવ્યો. દેશમાં ગેસ સિલિંડર કેટલા હશે, તે મુદ્દે ચૂંટણી યોજાઈ હતી. પરંતુ અમારી સરકારે ઉજ્જ્‌વલા યોજના અંતર્ગત ૩.૨૫ કરોડ પરિવારોમાં ગેસ સિલિંડર પહોંચાડ્યો.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY