મેં પીએમની ખુરસી નથી માગી હિન્દુ અને હિન્દુત્વની વિકાસ માંગ્યો છે : તોગડિયા

0
123

અમદાવાદ,
તા. ૧૭/૪/૨૦૧૮

જય શ્રીરામના નારા સાથે તોગડીયાના ઉપવાસ શરૂ, મોદી પર હિન્દુઓના દ્રોહ કર્યાના આરોપ સાથે કર્યા આકરા પ્રહાર

દેશભરમાં ૯૦ ટકા બજરંગ દળ અને ૬૦ ટકા વિશ્વ હિન્દુ પરિષદ મારી સાથે છે, મોદીજી વચન પૂરા કરો, રામમંદિર-ગૌહત્યા-કોમન સિવિલ કોડ, ખેડૂતોની દેવા માફી, ધાર્યું હોત તો ક્્યારનો યે સીએમ બની ગયો હોત તોગડિયાના સમર્થનમાં દેશમાં ૫૦૦ સ્થળે ઉપવાસ

વિશ્વ હિંદુ પરિષદ અને રાષ્ટીય સ્વયંસેવક સંઘ સાથે છેડો ફાડીને વિશ્વ હિંદુ પરિષદના પૂર્વ આંતરરાષ્ટીય મહામંત્રી ડો. પ્રવીણ તોગડિયા આજથી આમરણાંત ઉપવાસ પર બેઠા છે. ૧૭મી એપ્રિલથી અમદાવાદમાં સાબરમતી ગાંધીઆશ્રમ સામે આમરણાંત ઉપવાસ ઉપર બેસીશ એવું ખુદ તેમણે જાહેર કર્યું હતું, પરંતુ હવે ઉપવાસનું સ્થળ બદલીને પાલડીમાં વિશ્વ હિંદુ પરિષદની કચેરી સામે રખાયું હોવાનું તેમણે જણાવ્યું હતું.

જાકે આ ઉપવાસ કાર્યક્રમને પોલીસની મંજૂરી મળી નથી. આ ઉપરાંત ઉપવાસ સ્થળ પર ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તોગડિયાએ બોલવાનું શરૂ કર્યું ત્યારે જયશ્રી રામના લાગ્યા નારા લાગ્યા હતા. તોગડિયા રામમંદિરના નિર્માણ માટે કાયદો બનાવવા સહિતની માંગોને લઈને આજથી અનિશ્ચિત સમયના અનશન પર ઉતર્યા છે. બીજી તરફ આ તેમનું શક્તિ પ્રદર્શન હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. ત્યારે તેમણે ઉપવાસ સ્થળ પર સંબોધન કર્યું હતું. જેમાં તેમણે કેન્દ્ર સરકાર પર તીખા પ્રહારો કર્યા હતા.

પોતાના સંબોધનમાં તેમણે કહ્યું કે, મારું સપનુ પુરૂ કરવા મેં ડોક્ટરી છોડી, અને આજે મને ધક્કો મારી ફૐઁમાંથી બહાર કાઢી મૂક્યો છે. મેં પ્રધાનમંત્રીની ખુરશી નથી માગી. મેં ચાનો થેલો કે પકોડા માટે કડાઈ નથી માગી.

તેમણે વધુમાં કહ્યું કે, પદ પર નીકળ્યો હોત તો ૨૦૦૧માં મુખ્યમંત્રી બન્યો હોત. હું ન તો પદ માટે નીકળ્યો છું, ન તો પ્રતિષ્ઠા માટે નીકળ્યો છું. હું તો કરોડો હિન્દુઓની ઈચ્છાનો સેવક બનીને નીકળ્યો છું.

અમારી માંગ છે કે સંસદમાં કાયદો બને, રામજન્મભૂમિ મંદિરનો કાયદો બને, ગૌહત્યા બંધીનો કાયદો બને. ચાર લાખ કાશ્મીરી હિન્દુઓને કાશ્મીરમાં ઘર મળે. ૩ કરોડ બાંગ્લાદેશીઓને ધૂસપેઠીયાઓને દેશનિકાલ મળે. ખેડૂતોની વ્યાજમુક્ત અને સ્વામીનાથને આયોગે કહ્યું છે તે ખર્ચથી દોઢ ગણા દરેક પાક પર મૂલ્ય મળે, કરોડો યુવાનોને રોજગાર મળે. મારી માંગ છે કે દેશમાં સસ્તી ગુણવત્તાયુક્ત દરેકને શિક્ષા મળે.

નાના વેપારીઓના રૂપિયાથી સંઘ, ચાલે છે. ત્યારે ૧૦૦ કરોડ હિન્દુઓનો અવાજ દબાવવા પ્રયાસ કરાયો છે. ખેડૂત, વેપારી, શ્રમિક, મહિલા, યુવાનોનો અવાજ દબાવ્યો છે. આ અવાજ હું હિન્દુસ્તાનમાં બુલંદ કરતો રહીશ. માત્ર અમદાવાદમાં જ નહીં, દેશભરમાં ઉપવાસ કરીશ. કેરળ, નાગપુર, લખનઉમાં પણ ઉપવાસ કરીશ. મારી સાથે હિન્દુસ્તાનની જનતા છે.

તેમણે જણાવ્યું હતું કે, મેં જે માંગો મૂકી છે તે મારી નથી. આ માગ હિંદુઓની છે, સંઘ તેમજ ભાજપની અને વીએચપીની જ છે. આ જ માગો સંઘ અને ભાજપે જ વર્ષોથી મૂકી હતી. ભાજપ પર પ્રહાર કરતા તોગડિયાએ કહ્યું હતું કે, પૂર્ણ બહુમતની સરકાર બનશે ત્યારે આ તમામ માગો ચપટીમાં પૂરી થઈ જશે તેવા વચન આપવામાં આવ્યા હતા. હું તો આ ચપટીનો અવાજ સાંભળવા ચાર વર્ષથી કાનમાં મશીન નાખીને બેઠો હતો. ક્યારે મારા મોટાભાઈ નરેન્દ્ર મોદી ચપટી વગાડશે અને આ માગો પૂરી કરશે.

આજે પણ છ્‌સ્માં પૈસા નથી, બેંક દોષિત નથી. બેંકના કર્મચારી દોષિત નથી. તેના માટે બેંકના રૂપિયા લઈને કરવાવાળા નિરવ મોદી અને માલિયા જેવા જવાબદાર છે. તમારા પૈસા બેંકે લીધા બેંકમાંથી પૈસા નિરવ મોદી લઈ ગયા. ૧ લિટર પેટ્રોલ પર ૮૦ રૂપિયાંથી ૪૦ રૂપિયા સરકાર લૂંટી રહી છે. તમે નોટબંધી, – ય્જી્‌થી વેપારીઓના વેપારની હત્યા કરી. તમે જ ય્જી્‌નો વિરોધ કરતા તમે જ ટર્ન કર્યું. તમે રિેટેઈલમાં એફડીઆઈનો વિરોધ કરતા હતા, તેને કારણે દેશના ૧૦ કરોડના લોકોને બેરોજગારી મળી, સત્તા પહેલા ગૌરક્ષક તમારા ભાઈ હતા હવે ગુંડા લાગે છે, અને કસાઈ તમને ભાઈ લાગવા લાગ્યા, ઘુષણખોરોને ન અટકાવ્યા રોહિંગ્યાને અપનાવ્યા પ્રવિણ તોગડિયાએ કહ્યું, ૪ કરોડના બદલે ૪ લાખ યુવકોને પણ રોજગાર નથી મળ્યો. દેશના ૭૦% લઘુ ઉદ્યોગો બંધ થઈ ગયા છે. દરરોજ સરહદ પર સૈનિકો શહીદ થઈ રહ્યા છે. દેશની દીકરીઓ સાથે દુષ્કર્મ થઈ રહ્યા છે.

અમદાવાદના પાલડીમાં આવેલ વણીકર ભવનમાં તેમનું ઉપવાસ આંદોલન ચાલી રહ્યું છે. કોષાધ્યક્ષ સુરેન્દ્ર પટેલ વણીકર ભવન આવ્યા હતા. કહેવાય છે કે, ઉપવાસની જાહેરાત બાદ મ્ત્નઁના પ્રથમ કોઈ નેતા પ્રવિણ તોગડિયાને મળવા આવ્યા હતા. ડા.તોગડિયાના ઉપવાસ સ્થળ પર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. ૨ પીઆઇ અને ૫ પીએસઆઇ સહિત ૭૦થી વધુ પોલીસ જવાન તૈનાત કરાયા છે. આ પ્રોગ્રામને પોલીસ પરમિશનની લેખિત મંજૂરી નથી મળી, પરંતુ ડા. પ્રવિણ તોગડિયા ઉપવાસ કરવા મક્કમ છે. તેમની સાથે સાધુસંતો પણ ઉપવાસમાં જાડાયા છે.

રામ મંદિર મુદ્દે ભાજપે સત્તામાં આવીને વિશ્વાસઘાત કર્યો હોવાનું મીડિયાને જણાવીને ઉપવાસ પર ઉતરવાની તોગડિયાએ જાહેરાત કરી હતી. ત્યારબાદ ભાજપ સાથે ભૂતપૂર્વ વિહિપના નેતામાં આક્રોશ જાવા મળતો હતો. ત્યારે આજે તોગડિયા ઉપવાસ કરે એ પહેલા ભાજપના નેતા સુરેન્દ્રકાકાએ તેમની મુલાકાત કરી હતી.

તોગડિયા ગુરુગ્રામમાં યોજાયેલી ચૂંટણી પૂર્ણ થતાં અમદાવાદ સ્થિત ગાંધી આશ્રમ ખાતે ઉપવાસ પર બેસશે એવી જાહેરાત કરી હતી. ત્યારબાદ બાદમાં તોગડિયાના ઉપવાસમાં મોટી સંખ્યામાં સમર્થકો ઉમટી પડશે એવી ધારણાને પગલે જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે ઉપવાસ સ્થળ ખસેડવાનું નક્કી કરાયું હતું. પરંતુ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે મંજૂરી ન મળતાં છેવટે પાલડી સ્થિત ડો.વર્ણીકર ભવન ખાતે જ તોગડિયા ઉપવાસ કરશે એવું નક્કી કરાયું હતું.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY