નેત્રંગના મોરીયાણા ખાતે આગામી ૧૮ ફેબ્રુઆરીના રોજ વિનામુલ્યે જનરલ મેડીકલ કેમ્પ યોજાશે.

0
137

નેત્રંગ:
પ્રાપ્ત માહિતી મુજબ નેત્રંગ તાલુકાના મોરીયાણા ગામ ખાતે આવેલ નવરંગ વિધામંદિર હાઇસ્કુલમાં સત્યસાઇ સેવા સંગઠન સાથે સંલગ્ન સત્યસાઇ સેવા સમિતી અંકલેશ્વર,ભરૂચ,જંબુસર,બારડોલી તેમજ જગુભાઇ.એ.પટેલ પરિવાર (ન્યુઝુલેન્ડ)ના સહયોગથી આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં ફિઝીશ્યન,ગાયનેક,ઓથૉપેડીક,આંખના નિષ્ણાત સહિત ૭ જેટલા તબીબો દદીઁઓની તપાસણી કરી સારવાર કરશે, જેમાં તાવ, શદીઁ, ખાંસી, મલેરીયા, સાંધાનો દુખાવો, કમરનો દુખાવો, બાળકોની શદીઁ, ખાંસી, સ્ત્રીરોગ, આંખના મોતિયા, બિદું, ઝામર સહીતનું મેડીકલ તપાસણી કરી મફતમાં દવા આપાશે, જેમાં આંખના ઓપરેશનના જરૂરીયાત દદીઁઓને વિનામુલ્યે ઓપરેશન પણ કરવામાં આવનાર છે, સમગ્ર મેડીકલ કેમ્પમાં ડૉ.સંદિપસિંહ વાંસદીયા, અશોકભાઇ પઢિયાર, હરિશભાઇ ચૌહાણ, યોગેશભાઇ પરમાર, ફતેસિંહ ગોહિલ અને મહેશભાઇ પટેલ ખડેપગે સેવામાં ઉપસ્થિત રહેનાર છે.
રિપોર્ટર: દિવ્યાંગ મિસ્ત્રી, નેત્રંગ.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY