અમદાવાદમાં વહેલી સવારે વીજળીના કડાકા સાથે થઈ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી

0
116

શહેરના કેટલાય વિસ્તારમાં વરસાદી માહોલથી ખુશનુમા વાતાવારણ બન્યું

ગરમીથી ત્રસ્ત લોકોને ગુડ મોર્નિંગ કહેવા પધાર્યા મેઘરાજા

ઉનાળાની કાળઝાળ ગરમીથી ત્રસ્ત લોકોએ આજે વરસાદી માહોલથી ખુશનુમા વાતાવરણમાં હાશકારો અનુભવ્યો હશે.

આજે વહેલી સવારે ગરમીથી પરેશાન લોકોને ગુડ મૉર્નિંગ કરવા માટે મેઘરાજાનું આગમન થઇ ચુક્યું છે. અમદાવાદ સહિત રાજ્યનાં કેટલાય જિલ્લામાં વીજળીના કડાકા ભડાકા સાથે મેહુલો મનમૂકીને વરસ્યો.

ગરમી અને ભારે ઉકળાટ બાદ આજે શહેરમાં મૂશળધાર વરસાદ શરૂ થતા શહેરમાં ઠંડક પ્રસરી ગઇ હતી. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં ગઇકાલથી જ મેઘરાજાની પધરામણી થઇ ચુકી હતી.

વરસાદના કારણે શહેરના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. રામોલ, વટવા, હાથીજણ સહિતના વિસ્તારમાં તેમજ પશ્ચિમના વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો છે. આંબાવાડી વિસ્તારમાં ઝાડ ધરાશાયી થયુ હોવાનું જાણવા મળ્યું છે.

હાટકેશ્વર બેટમાં ફેરવાયું છે. ખોખરા હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં પાણી ભરાયાં. જશોદાનગર, પુનિતનગર ક્રોસિંગ નજીક પાણી ભરાયાં છે. સીટીએમ કુશાભાઉ ઠાકરે હોલ નજીક તથા રબારી કોલોની, રાધિકા પાર્ક સોસાયટી તથા જામફળવાડી વિસ્તારમાં પણ પાણી ભરાયા છે.

ગઈકાલે સૌરાષ્ટ્રમાં પણ મેઘરાજાની ધોધમાર એન્ટ્રી થઈ હતી. રાજકોટ, ચોટીલા હાઈવે, ભાવનગર અને અમરેલીમાં મેઘરાજા મન મૂકીને વરસ્યો હતો. ભારે પવન સાથે વરસાદ વરસતા ખેડૂતોમાં આનંદની લાગણી છવાઇ ગઈ છે.

આગામી બે દિવસો દરમિયાન દક્ષિણ ગુજરાતનાં વલસાડ, નવસારી અને ડાંગ અને દાદરાનગર હવેલી વિસ્તારમાં ભારે વરસાદની થવાની હવામાન વિભાગે આગાહી કરી છે. અમદાવાદમાં વહેલી સવારથી બપોર સુધી વાદળીયું વાતાવરણ રહેતાં ગરમીમાં સામાન્ય ઘટાડો થયો હતો.

અંદાજે 12 દિવસો સુધી નબળુ ચોમાસુ રહ્યાં બાદ શનિવારથી ચોમાસુ ફરીથી સક્રિય થઇ ગયું છે. હવામાન વિભાગે 48 કલાકની અંદર ઝારખંડ અને બિહારમાં વરસાદ આવવાની ભવિષ્યવાણી કરી છે. ઉત્તર પશ્ચિમી રાજ્યો એટલે કે ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, ઉત્તરાખંડ, દિલ્હી, હરિયાણાના લોકો માટે હવામાન વિભાગે રાહતના સમાચાર આપ્યા છે. 27 જૂનથી આ બધા રાજ્યોમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થશે.

 

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY