મિશનને ઝાટકો : સેના માટે મોકલેલ સેટેલાઇટ GSAT-6A નો સંપર્ક તૂટ્યો

0
105

ન્યુ દિલ્હી,
તા.૧/૦૪/૨૦૧૮

તાકતવર કોમ્યુનિકેશન સેટેલાઇટ GSAT-6Aનું ગુરૂવારના રોજ થયેલ લોન્ચંગ બાદ હવે એક ખરાબ સમાચાર આવ્યા છે. શનિવારના રોજ ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRO)નો આ સંચાર ઉપગ્રહથી સંપર્ક તૂટી ગયો. તેને વૈજ્ઞાનિકોની સાથોસાથ સશસ્ત્ર સેનાઓ માટે પણ મોટો ઝાટકો માનવામાં આવી રહ્યો છે. ભારતીય સેના માટે સંચાર સર્વિસીસને મજબૂત બનાવનાર મહત્વકાંક્ષી ય્જીછ્‌-૬છનું ગુરૂવારની સાંજે શ્રીહરિકોટાથી પ્રક્ષેપણ થયું હતું. પરંતુ ૪૮ કલાકથી ઓછા સમયમાં જ આ મિશનને ઝાટકો લાગ્યો છે.

ઇસરોની તરફથી નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે સફળતાપૂર્વ ઘણા સમય સુધી ફાયરિંગ બાદ જ્યારે સેટેલાઇટ ત્રીજા અને અંતિમ તબક્કાની અંતર્ગત ૧ એપ્રિલ ૨૦૧૮ના રોજ સામાન્ય ઓપરેટીંગની પ્રક્રિયામાં હતું, તેનાથી અમારો સંપર્ક તૂટી ગયો. સેટેલાઇટ ય્જીછ્‌-૬છથી ફરીથી લિંક માટે સતત કોશિષ ચાલી રહી છે.

એક બાજુ જ્યાં ઇસરોની તરફથી કહેવામાં આવી રહ્યું છે કે સેટેલાઇટને ફરીથી સંપર્ક સ્થાપિત કરવાની કોશિષ કરાઇ રહી છે, ત્યારે સૂત્રોના મતે પાવર સિસ્ટમ ફેલ થવાના લીધા સંપર્ક તૂટ્યો છે. ય્જીન્ફ-હ્લ૦૮ લાન્ચપેડ દ્વારા ૨૧૪૦ કિલોગ્રામ વજનના ય્જીછ્‌-૬છને પ્રક્ષેપિત કરાયા હતા. પહેલું ઓર્બીટ ઓપરેશન શુક્રવારની સાંજે ૯.૨૨ પર સફળતાપૂર્વક સંપન્ન થઇ ગયું હતું. આૅબિટના ઝુકાવ સિવાય ઉપગ્રહોને પૃથ્વીની નજીક અને સૌથી દૂરના બિંદુઓને બદલવાની પ્રક્રિયા પણ પૂરી થઇ ગઇ હતી.

લિક્વડ અપાજી મોટર (LAM) એન્જન પણ બિલકુલ ઠીક કામ કરી રહ્યું હતું અને પહેલું આૅબિટ આૅપરેશન સફળ રહ્યું હતું. સૂત્રોના મતે એ સમયે કોમ્યુનિકેશન સેટેલાઇટ નક્કી જગ્યા પર પહોંચી ચૂકયું હતું.

બીજું આૅર્બિટ આૅપરેશન શનિવારના રોજ સાંજે ૧૦.૫૧ પર થવાનું હતું. એક સૂત્રના મતે આ આૅપરેશન પણ એલએએમ એન્જનમાં ફાયરિંગની સાથે સફળ રહ્યું. બીજા ઓર્બીટ ઓપરેસન બાદ ઇસરોને અંદાજે ચાર મિનિટ સુધી સેટેલાઇટમાંથી ડેટા પ્રાપ્ત થયા. પરંતુ ત્યારબાદ ડેટા મળવાનો બંધ થઇ ગયો. શરૂઆતની શોધખોળમાં પાવર સિસ્ટમ ફેલ થઇ હશે તેમ કારણ માનવામાં આવી રહ્યું છે.

ISRO ચેરમેનની મેરેથન બેઠકને લઇ ગુરૂવારના રોજ સાંજે ૯.૨૨ વાગ્યે જે રીતે પહેલી એક્સરસાઇઝ બાદ સત્તાવાર નિવેદનમાં ઉલ્લેખ કરાયો હતો. પરંતુ આ વખતે એવું કંઇ પણ થયું નથી. તેની સાથે જ ત્રીજા આૅર્બિટની એક્સરસાઇઝ અંગે પણ કંઇ કહેવામાં આવ્યું નહીં. આ બધાની વચ્ચે શનિવારના રોજ ઇસરોના ચેરમેનના શિવન એ વૈજ્ઞાનિકોની સાથે મેરેથોન બેઠક કરી હતી.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY