મોદીની પાકિસ્તાન યાત્રા : નાપાક પાકે.ભારતને ૨.૮૬ લાખનું બિલ મોકલ્યું

0
77

ઈસ્લામાબાદ,
19/02/2018

પાકિસ્તાને ભારતને ૨.૮૬ લાખ રૂપિયાનું બિલ મોકલ્યું છે. આ બિલ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ઉપયોગ કરવામાં આવેલા ભારતીય વાયુસેના વિમાનના રુટ નેવિગેશન ચાર્જ રૂપે મોકલવામાં આવ્યું છે. આપણે જણાવી દઈએ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ૨૫ ડિસેમ્બર ૨૦૧૫ દરમિયાન પાકિસ્તાન યાત્રા પર ગયા હતા.નરેન્દ્ર મોદીની યાત્રા જ્યારે થઇ હતી ત્યારે તેઓ રશિયા અને અફગાનિસ્તાનથી પાછા આવી રહ્યા હતા. તે યાત્રાનો રુટ નેવિગેશન ચાર્જ ૧.૪૯ લાખ રૂપિયા આવ્યો હતો.

પાકિસ્તાનમાં રહેલા ભારતીય આયોગ દ્વારા આપવામાં આવેલી જાણકારી અનુસાર પીએમ મોદી દ્વારા ૨૨-૨૩ મેં ૨૦૧૬ દરમિયાન ઈરાનની યાત્રા દરમિયાન પાકિસ્તાને રુટ નેવિગેશન ચાર્જ રૂપે ૭૭,૨૧૫ રૂપિયાનું બિલ મોકલ્યું હતું. ત્યાં જ ૪-૬ જૂન ૨૦૧૬ દરમિયાન પીએમ મોદી દ્વારા કતારની યાત્રા કરવામાં આવી હતી જેના માટે તેમને રુટ નેવિગેશન ચાર્જ રૂપે ૫૯,૨૧૫ રૂપિયા ચાર્જ લાગ્યો હતો.

આ બધી જ યાત્રા દરમિયાન પીએમ મોદીનું વિમાન પાકિસ્તાનના આકાશથી પસાર થયું હતું.આ બધી જ જાણકારી આરટીઆઈ દ્વારા મળી છે. આરટીઆઈ કાર્યકર્તા લોકેશ બત્રા તેની જાણકારી માંગવામાં આવી હતી. આરટીઆઈ દ્વારા જાણવા મળ્યું છે કે વર્ષ ૨૦૧૪ થી ૨૦૧૬ દરમિયાન મોદીની યાત્રા માટે ભારતીય વાયુસેના વિમાનના ઉપયોગ પર લગભગ ૨ કરોડ રૂપિયા ખર્ચ થયા છે. ઘણી વખત પીએમ મોદીનું વિમાન પાકિસ્તાનમાંથી પણ પસાર થયું છે. જેના કારણે પાકિસ્તાને રુટ નેવિગેશન ચાર્જ રૂપે બિલ મોકલ્યું છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY