મોદી સરકાર યુજીસીની જગ્યાએ હાયર એજ્યુકેશન કમિશન ઓફ ઈન્ડીયા લાવશે

0
67

ન્યુ દિલ્હી,તા.૨૭
ભારતમાં ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે ધરખમ સુધારા કરવાની તૈયારીના ભાગરૂપે મોદી સરકારે યુજીસીની જગ્યાએ ઉચ્ચ શિક્ષણ કમિશન એટલે કે હાયર એજ્યુકેશન કમિશન ઓફ ઈન્ડીયા લાવવાનું નક્કી કર્યુ છે. મીનીમમ ગવર્મેન્ટ, મેકસીમમ ગવર્નન્સની નીતિ હેઠળ માનવ સંશાધન વિકાસ મંત્રાલયે નવા હાયર એજ્યુકેશન કમિશન ઓફ ઈન્ડીયા લાવવાનો મુસદો તૈયાર કરી લીધો છે. જે યુજીસીની જગ્યા લેશે.
મંત્રાલયે જણાવ્યુ છે કે, ટૂંક સમયમાં જ આ બાબતને લગતી વિગતો જાહેર કરવામાં આવશે. વિભાગે ૭ જુલાઈ સુધીમાં આ અંગે લોકો પાસે સૂચનો માગ્યા છે. સરકારે દાવો કર્યો છે. આ નવી સંસ્થા ભારતમાં ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓને વધુ સ્વાયતતા આપશે. સરકારનું આ પગલુ ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રમાં વિદેશી નિવેશને પરવાનગી આપવાને લઈને લગાવવામાં આવતા કયાસો વચ્ચે આવ્યુ છે.
આ પગલાનો રાજકીય વિરોધ પણ થઈ શકે છે કારણ કે વિપક્ષ સતત આરોપ લગાવે છે કે, સરકારે ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રમાં સાર્વજનિક ફંડીંગને ઘટાડી દીધુ છે અને તેને પ્રાઈવેટ સેકટરને ચલાવવાની દિશામાં વધુ એક પગલા વધાર્યુ છે.
માનવ સંશાધન વિકાસ મંત્રાલય એઆઈસીટીઈ અને યુજીસી બન્નેને ભંગ કરી નવુ ઉચ્ચ શિક્ષણ સશકિતકરણ વિનિયમન એજન્સીની રચના કરી નવા નિયમો સ્થાપિત કરવાની દિશામાં કામ કરી રહ્યુ છે.
યુજીસી એકટ ૧૯૫૧ હવે ભૂતકાળ બનશે. આ નવુ કમિશન એક પેનલને સત્તા આપશે કે જે નિયમનો ભંગ કરનાર સંસ્થાઓને બંધ કરવા, જરૂર પડે દંડ કરવા અને ૩ વર્ષની સજાની જાગવાઈઓ પણ આપી શકશે. આવી રહેલા ચોમાસા સત્રમાં હાયર એજ્યુકેશન કમિશન ઓફ ઈન્ડીયા ૨૦૧૮ને લાવવામાં આવશે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY