મોદી સરકારને આરબીઆઈ પાસેથી ૧૦ હજાર કરોડનું ડિવિડન્ડ મળવાની આશા

0
417

ન્યુ દિલ્હી,
તા.૭/૩/૨૦૧૮

સરકારને આ મહીને રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પાસેથી વચગાળાના ડિવિડન્ડ સ્વરૂપે ૧.૫ અરબ ડોલર મળવાની આશા છે. પ્રાપ્ત માહિતી અનુસાર આ રકમની ગણતરી છ મહિના માટે કરવામાં આવી છે. આપને જણાવી દઈએ કે આરબીઆઈનું નાણાકીય વર્ષ જૂલાઈથી જૂન માસ સુધીનું હોય છે.

રિઝર્વ બેંકે આ પહેલા વધારે ચૂકવણી માટે સરકારના અનુરોધોનો અસ્વીકાર કરી દીધો હતો આના માટે દલીલ કરવામાં આવી હતી કે ડિવીડંડની ચૂકવણી પાંચ વર્ષના સૌથી નિચલા સ્તર પર હતી. વડાપ્રધાન મોદીનું પ્રશાસન ખર્ચને પહોંચી વળવા માટે વધારે ફંડની માંગણી કરી રહ્યું છે.

નાણાપ્રધાનના પ્રવક્તા ડી.એસ. મલિક પાસેથી આ મામલે કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી જ્યારે આરબીઆઈના પ્રવક્તાએ આ મામલે મોકલવામાં આવેલા ઈમેલનો પણ કોઈ જવાબ આપ્યો નથી.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY