મોરબીમાં ફ્લેટમાં જુગાર રમતા ૭ શકુનીયો ઝડપાયા

0
48

મોરબી,તા.૧૦
અનલોક વચ્ચે મોરબી જીલ્લામાં જુગારની મોસમ ખીલી છે. એલસીબીની ટીમે બાતમીને મળી હતી કે, છાત્રાલય રોડ પરના એપાર્ટમેન્ટમાં જુગાર રમાડવામાં આવી રહ્યો છે. એલસીબીની ટીમે મોરબીના કન્યા છાત્રાલય રોડ પરના કર્મસેતુ એપાર્ટમેન્ટના ફ્લેટ નં ૧૦૧માં રહેતા વિપુલભાઈ ચંદુભાઈના ફ્લેટમાં દરોડા પાડયા હતા.
એલસીબી ટીમે દરોડો કરીને જુગાર રમતા વિપુલ ચંદુભાઈ પટેલ, હીરલ ઉર્ફે લાલભાઈ અમરશી પટેલ, કેયુર ઉર્ફે કાનો નાગજી પટેલ, હરેશ કરમશી પટેલ, હરેશ વલ્લભ પટેલ, ભાવેશ ઉર્ફે કાનો ભૂદર પટેલ અને સુરેશ ઉર્ફે સુરો કાંતિ પટેલને ઝડપી પાડયા છે. પોલીસે તમામ પત્તાપ્રેમીને ઝડપીને રોકડ રકમ રૂ ૬,૪૬,૫૦૦ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY