મોરબી જિલ્લામાં કોરોના વધુ ૪ કેસ નોંધાતા લોકોમાં ફફડાટ

0
38

મોરબી,તા.૧૦
ગુજરાતમાં છેલ્લાં ૨૪ કલાકમાં કોરોનાના નવા ૮૬૧ મામલા નોંધાયા છે. ગુરુવારે ગુજરાતમાં ૧૫ દર્દીઓના મોત થયાં હતાં અને આ સાથે કુલ મૃત્યુઆંક ૨,૦૧૦ પર પહોંચ્યો છે. રાજ્યમાં કુલ આંકડો ૩૯૨૮૦ને પાર પહોંચી ગયો છે. કોરોના કહેર સતત વધી રહ્યો છે. ત્યારે બુધવારે મોરબી જિલ્લામાં કોરોનાના ૭ કેસ નોંધાયા બાદ ગુરુવારે પણ કોરોના કહેર જોવા મળ્યો હતો. મોરબી શહેરમાં વધુ ૪ કેસ નોંધાયા છે.
જેમાં મોરબીના રવાપર રોડ રઘુવીર સોસાયટીના ૫૫ વર્ષના પુરુષ, મંગલ ભુવન નાગર પ્લોટના ૬૫ વર્ષના પુરુષ, કાયાજી પ્લોટ ૨ ના રહેવાસી ૪૪ વર્ષના પુરુષ અને રવાપર રોડ સિદ્ધી વિનાયક પાર્કના ૬૫ વર્ષના પુરુષના રીપોર્ટ પોઝીટીવ આવ્યા છે. ગુરુવારે મોરબી જિલ્લામાં કુલ ૮ કેસ નોંધાયા છે અને જિલ્લાનો કુલ આંક ૭૮ પર પહોંચી ગયો છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY