આધાર કાર્ડને વધુ સુરક્ષિત રાખવા માટે હિલચાલ, ૧ જુલાઈએ આવશે ખાસ ફિચર

0
96

ન્યુ દિલ્હી,
તા.૨૬/૦૩/૨૦૧૮

તમારા આધાર કાર્ડનો ડેટા સુરક્ષિત રાખવા માટે સરકાર એક ખાસ ફિચર લાવશે. આ નવા ફિચર દ્વારા તમારા આધાર કાર્ડનો ડેટા સુરક્ષિત રહેશે. આ નવા ફિચર આવ્યા બાદ તમારે તેમારા આધારને લઇને ચિંતા કરવાની જરૂર નહી પડે. આધારની નોડલ એજન્સી યૂનિક ઓઇડેન્ટફિકેશન ઓથોરીટી ઓફ ઇન્ડયાએ કહ્યું કે તે આધાર યુઝર્સને વેરિફાય કરવાના માધ્યમ તરીકે આઇરિસ અથવા ફિંગરપ્રિન્ટ સ્કેન સાથે ફેસ ઓથેન્તીકેસન ઉપલબ્ધ કરાવશે.

UIDIA એ આ વર્ષે જાન્યુઆરીમાં ઘોષણા કરી હતી કે જે લોકોની ઉંમર વધારે હોવાથી, હાથોની ફિંગર પ્રિન્ટ ભૂંસાઇ જવાના કારણે બાયોમેટ્રિક ઓથેન્તીકેસનમાં સમસ્યા ઉભી થાય છે. તેમની મદદ માટે તે ફેસ ઓથેન્તીકેસન ફીચર લાવશે.

UIDIA નું કહેવું છે કે ફેસ ઓથેન્ટકેશનની પરવાનગી ફક્ત ફ્યૂઝન મોડમાં આપવામાં આવશે એટલે કે તેની પરવાનગી ફિંગરપ્રિન્ટ અથવા આઇરિસ અથવા્‌ OTP સાથે આપવામાં આવશે.

આધાર કાર્ડના વધતા મહત્વનો અંદાજ તે પરથી લગાવી શકાય છે કે દેશમાં દૈનિક ૪ કરોડ ઓથેન્ટકેશન થાય છે. આધારનો ઉપયોગ બેન્કો, ટેલિકોમ કંપનીઓ, પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ, ઇનકમ ટેક્સ અને અન્ય સ્થળો પર આઇડેન્ટટી ઓથેન્ટકેશન માટે થાય છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY