મોટા વરાછા વિસ્તારના લગ્ન પ્રસંગમાં તસ્કરોનો આતંક: ફોટોગ્રાફરના કેમેરા સહિત મંગલસૂત્ર તૂટ્યું

0
143

મોટા વરાછા વિસ્તારમાં ભક્તિનંદન ચોક પાસે લગ્ન પ્રસંગમાં મહારાજા ફાર્મ ખાતે વરઘોડાનું શુટીંગ- ફોટોગ્રાફી કરવા નીકળેલા ફોટોગ્રાફરના હાથમાંથી અજાણ્યા બાઈક ચાલકે રૂ. બે લાખની કિંમતનો કેમેરો ઝુંટવી લઈને ભાગી છુટ્યા હતા. દરમિયાન કેમેરાની લુંટના બનાવ બાદ મહારાજા ફાર્મમાં જમીને નીકળેલી એક મહિલાના ગળામાંથી સોનાનું પેન્ડલ સાથેની ચેન, મંગળસૂત્ર કિંમત રૂ. ૧.૫૦ લાખની લુંટ કરીને બાઈક ચાલક ફરાર થઈ ગયો હતો. અમરોલી પોલીસના જણાવ્યા મુજબ કતારગામ વિસ્તારમાં કેરીઓન ફિલ્મ્સના નામે સ્ટુડીયો ધરાવતાં વિજય નાનુભાઈ દેવાણી રહે, ક્ષમા સોસાયટી, એ.કે.રોડ ફોટોગ્રાફીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. ગઈકાલે સાંજે મોટાવરાછામાં લીબર્ટી ફાર્મથી મહારાજા ફાર્મ ખાતે જતા વરઘોડાનું શુર્ટીગ અને ફોટોગ્રાફી કરવા માટે વિજય અને તેમનો મિત્ર દર્શન વલ્લભ તેજાણી નીકળ્યા હતા. જ્યાં વરઘોડો આગળ નીકળી રહ્યો હતો. ત્યારે મોટાવરાછા ભક્તિનંદન ચોક પાસે ફોટોગ્રાફર દર્શન તેજાણી કેનન ઈઓએસ કેઆઈટી કેમેરો કિંમત રૂ. ૨,૦૦,૦૦૦ લઈને ઉભો હતો, એ સમયે બાઈક ઉપર બે અજાણ્યા યુવાનો ધસી આવ્યા હતા. અને દર્શન તેજાણીના હાથમાંથી કેનન કેમેરાની લુંટ કરીને અંધારામાં ભાગી છુટ્યા હતા. કેમેરાની લુંટના બનાવ અંગે વિજય દેવાણીએ અમરોલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
મોટાવરાછા વિસ્તારમાં ફોટોગ્રાફરના કેમેરાની લુંટના બનાવ બાદ તરત જ મહિલાના ગળામાંથી સોનાની દાગીના લૂંટાયા હતા. જે અંગે મળતી વિગત મુજબ સાડીના હેન્ડવર્કનું કામ કરતા કલ્પેશ રામજી સોજીત્રા રહે, ગલાણીપાર્ક સોસાયટી, નાનાવરાછા ગઈકાલે સાંજે મહારાજા ફાર્મ ખાતે લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે પરિવાર સાથે ગયા હતા. અને જમણવાર પત્યા પછી કલ્પેશભાઈ પોતાની એકટીવા જીજે ૫ કેએચ ૬૬૩ ઉપર પત્ની સુમિતાબેન અને બે બાળકો સાથે ઘરે જવા નીકળ્યા હતા. જ્યાં ઉત્રાણમાં નવા બંધાય રહેલા ઓપેરા સીટી નામની બીલ્ડીંગ પાસે બાઈક ઉપર ધસી આવેલ અજાણ્યા શખ્સે પરણિતા સુમિત્રાબેનના ગળામાંથી પેન્ડલ સાથે સોનાની ચેન અને મંગળસૂત્રની એમ કુલ રૂ. ૧.૫૦.૦૦૦ લાખના દાગીના લુંટીને અંધારાનો લાભ લઈને વિજળીવેગે ભાગી છુટયો હતો. આ બનાવ અંગે સુમિતાબેનએ અમરોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. આમ, અવારનવાર લુંટના બનાવો નોંધાયા રહ્યા છે, ત્યારે પીસીઆર વાનનું પેટ્રોલીંગ વ્યવસ્થા સઘન બનાવવા માંગ ઉઠી છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY