એમ.એસ.યુનિ. વોટર ઓડિટ કરાવનાર રાજ્યની પ્રથમ શૈક્ષણિક સંસ્થા બનશે : પાણીના વપરાશમાં ૨૦ ટકાનો ઘટાડો કરવાનુ લક્ષ્યાંક

0
68

વડોદરા,
તા.૧૪/૦૩/૨૦૧૮

ઉનાળો આવતા જ પાણીના ઘેરા બની રહેલા સંકટ વચ્ચે એમ એસ યુનિવર્સિટીના સત્તાધીશોએ યુનિવર્સિટી કેમ્પસમાં વોટર ઓડિટ હાથ ધરવાનુ નક્કી કર્યુ છે.જેની પાછળનો આશય યુનિવર્સિટીમાં થતા પાણીના વપરાશમાં ભવિષ્યમાં ૨૦ ટકા ઘટાડો કરવાનો છે. વિવિધ સ્થળોએ મીટર લગાડીને પાણીના વપરાશ અને વેડફાટની માહિતી એકત્ર કરાશેઃ બે મહિનામાં ઓડિટ પુરુ કરાશે યુનિવર્સિટીના ચીફ એન્જનિયર એન કે ઓઝાનુ કહેવુ હતુ કે એમ એસ યુનિવર્સિટી આ પ્રકારનુ ઓડિટ કરવાનો નિર્ણય લેનાર ગુજરાતની પહેલી ગ્રાન્ટેડ યુનિવર્સિટી છે.વોટર ઓડિટના ભાગરૃપે યુનિવર્સિટી કેમ્પસ,હોસ્ટલ કેમ્પસ અને રહેણાંક ક્વાર્ટરમાં આવેલી ૫૦ થી ૬૦ ટાંકીઓ પર મીટર બેસાડાશે તેમજ પાણી જ્યાં પહોંચતુ કરવામાં આવે છે ત્યાં પણ મીટર બેસાડવામાં આવશે.જેથી કેટલુ પાણી પહોંચે છે અને કેટલુ વેડફાઈ જાય છે તનો અંદાજ આવશે.ઓડિટના ભાગરૃપે પાણીના કુલ વપરાશની જાણકારી પણ મળશે.વોટર ઓડિટ કરાયા બાદ નેશનલ બિલ્ડંગ કોડ પ્રમાણે પાણીના વપરાશનુ આયોજન કરાશે. તેમણે કહ્યું હતું કે બે મહિનામાં વોટર ઓડિટ પુરૃ કરવામાં આવશે અને અમારો લક્ષ્યાંક હાલમાં જે પાણી વપરાય છે તેમાં ૨૦ ટકા ઘટાડો કરવાનો છે.

પાણીના વપરાશ માટે નેશનલ બિલ્ડંગ કોડ નક્કી થયેલો છે.જેના ધારાધોરણ પ્રમાણે રહેણાંક વિસ્તારમાં પ્રતિ વ્યક્ત પાણીનો વપરાશ ૧૭૫ લીટર પર ડે હોવો જાઈએ. હોસ્ટેલમાં પણ રહેતા ૪૦૦૦ વિદ્યાર્થીઓ પર રહેણાંક વિસ્તારના પાણીના વપરાશના ધારા ધોરણ લાગુ પડે છે. કેમ્પસમાં ભણતા સ્ટુડન્ટનો પાણીનો વપરાશ ૨૫ લીટર પર ડે હોવો જાઈએ. મુલાકાતી માટે પાણીનો સરેરાશ વપરાશ પાંચ લીટર. ઓપન લેન્ડ સ્કેપ પર પ્રતિ ૧૦.૭૬ સ્કેવરફૂટ માટે ૪ લીટર પાણી વપરાવુ જાઈએ.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY