અંબાણી એક સ્ટેપ ઉપર ચડ્યા,પતંજલિના આચાર્ય બાલક્રૃષ્ણન ટાપ-૧૦૦માં ફોર્બ્સ લિસ્ટ : એમેઝોનના જેફ સૌથી અમીર, મુકેશ અંબાણી ૧૯મા નંબરે

0
134

વાશિંગ્ટન,
તા.૭/૩/૨૦૧૮

ફોર્બ્સ દ્વારા દર વર્ષે વિશ્વના અબજાપતિઓની એક યાદી બહાર પાડવામાં આવે છે. ત્યારે આ વર્ષે આ યાદીમાં એમેઝોનના ફાઉન્ડર જેફ બેઝોસ પહેલાં નંબરે પહોંચી ગયા છે. તેમની સંપત્તિ ૧૧૨ અબજ ડોલર (લગભગ ૭.૫ લાખ કરોડ રૂપિયા) છે. આ સાથે જ તેઓ ૧૦૦ અબજ ડોલરથી વધુ સંપત્તિવાળા પહેલાં અબજપતિ પણ બની ગયાં છે. તેઓએ માઈક્રોસોફ્ટના ફાઉન્ડર બિલ ગેટ્‌સને પાછળ છોડી દીધાં છે. આ લિસ્ટમાં મુકેશ અંબાણી ૪૦.૧ અબજ ડોલર (લગભગ ૨.૬૧ લાખ કરોડ રૂપિયા)ની સંપત્તિની સાથે ૧૯માં નંબર પર છે. તો પતંજલિના આચાર્ય બાલકૃષ્ણન ટોપ-૧૦૦માં છે.

મુકેશ અંબાણીની સંપત્તિમાં લગભગ ૮ અબજ ડોલર (લગભગ ૫૨ હજાર કરોડ રૂપિયા)નો વધારો થયો છે. આ લિસ્ટમાં મુકેશ અંબાણી એક સ્ટેપ ઉપર ચડ્યાં છે. ગત વર્ષે તેઓ ૨૦માં નંબરે હતા. આ લિસ્ટમાં વિશ્વભરના ૨ હજાર ૨૦૮ અબજપતિ ઉદ્યોગપતિઓને સામેલ કરવામાં આવ્યાં છે. જેમાં ૧૦૨ ભારતીયો છે.

આ લિસ્ટમાં ટોપ-૧૦માં કોઈપણ મહિલા સામેલ નથી. અમેરિકી રિટેલ ચેન વોલમાર્ટના ઉત્તરાધિકારી એલિસ વોલ્ટન ૧૬માં સ્થાનની સાથે પહેલી મહિલા છે.

આ લિસ્ટમાં અમેરિકાના રાષ્ટપતિ અને ઉદ્યોગપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ૨૦૦ નંબર નીચે આવી ગયાં છે. તેમની સપંત્તિ ૩.૧ અબજ ડોલર છે. તેઓ લિસ્ટમાં ૭૬૬માં નંબર પર છે. ગત વર્ષે તેમની સંપત્તિમાં ૪૦ કરોડનો ઘટાડો નોંધાયો છે.

આ છે ટોપ-૫ અબજાપતિ
૧) જેફ બેઝોસ- ૧૧૨ અબજ ડોલર
૨) બિલ ગેટ્‌સ- ૯૧.૨ અબજ ડોલર
૩) વોરન બફેટ- ૮૭.૭ અબજ ડોલર
૪) બર્નાર્ડ અર્નોલ્ટ- ૭૫ અબજ ડોલર
૫) માર્ક ઝુકરબર્ગ- ૭૨ અબજ ડોલર

ટોપ-૫ ભારતીય અબજપતિ
૧) મુકેશ અંબાણી- ૪૦.૧ અબજ ડોલર (વૈશ્વિક કક્ષાએ ૧૯મો નંબર)
૨) અઝીમ પ્રેમજી- ૧૮.૮ અબજ ડોલર (વૈશ્વિક કક્ષાએ ૫૮મો નંબર)
૩) લક્ષ્મીનિવાસ મિત્તલ- ૧૮.૫ અબજ ડોલર (વૈશ્વિક કક્ષાએ ૬૨મો નંબર)
૪) શિવ નડાર- ૧૪.૬ અબજ ડોલર (વૈશ્વિક કક્ષાએ ૯૮મો નંબર)
૫) દિલીપ સંઘવી- ૧૨.૮ અબજ ડોલર (વૈશ્વિક કક્ષાએ ૧૧૫મો નંબર)

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY