સુરત: મુખ્યમંત્રી આવાસના લાભાર્થી આવાસ ભાડે આપે તો બિલ્ડીંગના પ્રમુખને દંડ

0
89
મુખ્યમંત્રી આવાસના અનેક ફ્લેટ ભાડે અપાયાની ફરિયાદ

ફ્લેટ જપ્તીની કાર્યવાહી સાથે બિલ્ડીંગના હોદ્દેદારોને પણ સજાનો ફતવો

સુરત મહાગનરપાલિકાએ હાલમાં જ બનાવેલા મુખ્યમત્રી આવાસ યોજનાના સંખ્યાબંધ ફ્લેટ ભાડે અપાયાની ફરિયાદ બાદ મ્યુનિ. તંત્ર જાગ્યું છે. મ્યુનિ.તંત્રએ ફ્લેટ ભાડે આપવાનું દુષણ દુર કરવા માટે કામગીરી કરી તેમાં પાડાના વાંકે પખાલીને ડામ જેવો ઘાટ થઈ રહ્યો છે. ફ્લેટ ભાડે આરપનારના ફ્લેટ સીલ કરવાની કામગીરી કરવા સાથે બિલ્ડીંગના હોદ્દેદારોને દંડનો ફતવો બહાર પાડયો છે. મ્યુનિ.તંત્રના આવા વિચિત્ર નિયમ સામે બિલ્ડીંગના હોદ્દેદારો વિરોધ કરી રહ્યાં છે. સરુત મ્યુનિ. તંત્રએ તમામ લોકોને ઘર આપવાના નિર્ણય સાથે મુખ્યમંત્રી આવાસ યોજના શરૂ કરી છે. મ્યુનિ.ના મુખ્યમંત્રી આવાસ યોજનામાં અત્યાર સુધીમાં ૮૦૧૧થી વધુ આવાસ બનાવીને લાભાર્થીઓને સુપ્રત કરી દેવામા આવ્યા છે. મ્યુનિ. તંત્રએ લોકોને ઘર મળે તે માટે સસ્તા ભાવે ઘર તો આપી દીધા પણ અનેક લાભાર્થીઓએ ઘરમાં પોતે રહેવાના બદલે ઘર ભાડે આપી દીધા હોવાની વ્યાપક ફરિયાદ ઉઠી છે. આ ફરિયાદનું નિરાકરણ કરવાની જવાબદારી મ્યુનિ. તંત્રની છે પણ મ્યુનિ. તંત્રએ બિલ્ડીંગના હોદ્દેદારોના માથે આ જવાબદારી નાંખી દીધી છે. મ્યુનિ. તંત્રએ આવાસ ભાડે આપવાની કામગીરી નાથવા માટે એક પરિપત્ર બહાર પાડયો છે. મ્યુનિ.ના આ પરિપત્રમાં લખાયું છે કે, હાલ ભાડે અપાયેલા ફ્લેટ સીલ કરવાની કામગીરી થઈ રહી છે. હવે પછી કોઈ ફ્લેટ હોલ્ડર ફ્લેટ ભાડે આપશે તો ફ્લેટ જપ્તીની કામગીરી સાથે સાથે બિલ્ડીંગના પ્રમુખ, ઉપ પ્રમુખ, મંત્રી ખજાનચીને દંડ કરવામાં આવશે. જોકે, લાભાર્થી ફ્લેટ ભાડે આપે તો તેને રોકવાની જવાબદારી મ્યુનિ. તંત્રની છે તેવું બિલ્ડીંગના હોદ્દેદારોનું માનવું છે પણ મ્યુનિ. તંત્ર આ જવાબદારીથી છુટકારો મેળવવા માટે સોસાયટીના હોદ્દેદારોને ટાર્ગેટ કરી રહી છે તેની સામે કેટલીક સોસાયટીના હોદ્દેદારોએ વિરોધ પણ નોંધાવ્યો છે. સોસાયટીના હોદ્દેદારો કહે છે, ફ્લેટ ભાડે આપો તો જપ્ત કરો કે સીલ કરી દો પણ તેના માટે હોદ્દેદારોને જવાબદાર નહીં ઠેરવો. માંડ બિલ્ડીંગના હોદ્દેદારો બન્યા ત્યાં વિચિત્ર નિયમથી હોબાળો સુરત મ્યુનિ. વિસ્તારમાં બનેલા મુખ્યમંત્રી આવાસ યોજનાના બિલ્ડીંગના હોદ્દેદારો માંડ માંડ લોકો બનવા તૈયાર થઈ રહ્યાં છે. ત્યારે મ્યુનિ. તંત્રએ લાભાર્થી ફ્લેટ ભાડે આપે તો સોસાયટીના હોદ્દેદારોને જવાબદાર ગણી તેમને દંડ કરવાના ફતવાથી હોબાળો મચી ગયો છે. જો મ્યુનિ.તંત્ર આ જ પ્રકારને નવા નવા ફતવા જાહેર કરે તો સોસાયટીના હોદ્દેદારો શોધવા મુશ્કેલી બની જશે. મ્યુનિ.ના નિયમનો કોઈ ભંગ કરતું હોય તો તેની સામે મ્યુનિ. તંત્ર આકરી સજા કરે તેની કોઈને ના નથી પણ કેટલીક જગ્યાએ પરાણે હોદ્દેદારો બનાવાયા છે તેવા લોકો મ્યુનિ.ના આવા ફતવાથી પદ છોડી દેવા માટેની વાત કરી રહ્યાં છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY