પ્રભાસની આગામી ફિલ્મ રાધેશ્યામનો ફર્સ્ટ લૂક થયો રિલીઝ

0
55

મુંબઈ,તા.૧૦
દુનિયાભરના ફેન્સ પ્રભાસની આગામી ફિલ્મની જાહેરાતની રાહ જોઈ રહ્યા છે. રાધેશ્યામ નામની ફિલ્મ ટૂંક સમયમાં આવી રહી છે. રાધા કૃષ્ણ કુમાર તેનું નિર્દેશન કરી રહ્યા છે જેને ગુલશનકુમાર અને ટી સિરીઝ દ્વારા પ્રસ્તુત કરાશે. આજે પ્રભાસ અને પૂજા હેગડેનો ફર્સ્ટ લૂક રિલીઝ કરવામાં આવ્યો હતો. ફિલ્મના પોસ્ટરમાં પ્રભાસ અને પૂજા હેગડે એક ઉગ્ર પરિદૃશ્યમાં વચ્ચોવચ્ચે ઉભેલા જોવા મળે છે. રાધેશ્યામ વિશાળ બજેટમાં બનેલી એક મેગા ફિલ્મ છે.
જે ૨૦૨૧માં સિનેમાઘરોમાં રિલીઝ થનારી છે. મનોરંજન ઉદ્યોગ માટે આ મોટા સમાચાર છે. પ્રભાસે સોશિયલ મીડિયા પર પોસ્ટર રજૂ કરતાં લખ્યું હતું કે મારા ફેન્સ, આ તમારા માટે છે. આશા રાખું કે તમને ગમશે. યુવી ક્રિએશન્સના પ્રમોદ આ અંગે કહે છે કે અમારા તમામ માટે આ રોમાંચક ક્ષણ છે. અમે અમારા આગામી પ્રોજેક્ટ રાધેશ્યામથી પ્રભાસ અને પૂજા હેગડેનું પોસ્ટર રિલીઝ કર્યું છે. પ્રભાસ સાથે કામ કરવું હંમેશાં રસપ્રદ અને સમૃદ્ધ રહ્યું છે.
તેમણે ઉમેર્યુ કે અગાઉના પ્રોજેક્ટ સાહો બાદ ભૂષણકુમાર અને ટી સિરીઝની ટીમ સાથે કામ કરવામાં આનંદ પ્રાપ્ત થાય છે. જેમાં તમામ તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે. ટી સિરીઝના ભૂષણકુમાર કહે છે કે સાહો માટે પ્રભાસ અને યુવી ક્રિએશનની ટીમ સાથે કામ કરવાનો અનુભવ સુખદ રહ્યો હતો. રાધેશ્યામમાં પ્રભાસની સાથે પૂજા હેગડે, ભાગ્યશ્રી, મુરલી શર્મા, સચિન ખેડેકર, પ્રિયદર્શી, સાશા છેત્રી, કૃણાલ રોય કપૂર અને સય્યન જેવા કલાકારો જોવા મળશે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY