સુશાંત સિંહ આપઘાત કેસ : સુબ્રમણ્યમ સ્વામીએ સીબીઆઈ તપાસ માટે નિયુક્ત કર્યા વકીલ

0
51

મુંબઈ,તા.૧૦
સુશાંત સિંઘ રાજપૂતે ગત ૧૪ જૂનનાં કથિત રીતે આત્મહત્યા કરી લીધી હતી. જેની તપાસ મુંબઇ પોલીસ કરી રહી છે. ૧૪ જૂનનાં સુશાંત તેનાં બાન્દ્રા સ્થિત એપાર્ટમેન્ટમાં મૃત મળી આવ્યો હતો. જે બાદ તેનાં ફેન્સ અને બોલિવૂડનાં કેટલાંક કલાકારે આ વાત માનવાનો ઇક્નાર કરી દીધો હતો છે કે તે આત્મહત્યા કરી શકે. આ આત્મહત્યાનાં રૂપમાં કરેલી હત્યા છે તેવું ઇન્ડસ્ટ્રીનાં ઘણાં લોોકનું કહેવું છે. જેથી આ મામલે સીબીઆઈ તપાસની માંગ ઉઠી હતી. મુંબઇ પોલીસ સુશાંતની શંકાસ્પદ મોત મામલે દરેક એંગલ તપાસી રહી છે. પોલીસે આ મામલે અત્યાર સુધીમાં ૩૪ લોકોનાં નિવેદન લીધા છે. પણ હજુ સુધી મુંબઇ પોલીસને કંઇ ચોક્કસ પૂરાવા મળ્યા નથી.
બીજેપી સાંસદ સુબ્રમણ્યમ સ્વામી સુશાંતની આત્મહત્યા મામલે સીબીઆઈ તપાસ માટે જરૂરી દસ્તાવેજ તૈયાર કરવામાં લાગી ગઇ છે. તેમણે આ માટે એક વકીલની નિયુક્તિ પણ કરી લીધી છે. સુબ્રમણ્યમ સ્વામીએ ટ્વિટ કરી છે કે, ‘મે સુશાંત સિંઘ રાજૂપની કથિત આત્મહત્યા મામલે સીબીઆઈ તપાસ કે પીઆઈએલ માટે જરૂરી પ્રાઇમરી એવિડન્સ અને કાગળ ભેગા કરવાં કહ્યું છે.
ટ્વિટર પર પણ ઈંઝ્રમ્ૈંર્હ્લર્જિીર્હંકમ્ૈરટ્વિ ટ્રેન્ડ રહ્યો છે. ટ્વિટર પર ઘણાં લોકોએ ભાજપ સાંસદ સુબ્રમણ્યમ સ્વામીનાં સીબીઆઈ તપાસ માટે કરવામાં આવેલી પહેલનાં વખાણ કર્યા છે અને લોકોએ સુબ્રમણ્યમ સ્વામીનો આભાર માન્યો છે.
સુબ્રમણ્યમ સ્વામાએ ઇશકરન સિંહ ભંડારીને આ મામલે વકિલ તરીકે નિયુક્ત કર્યા છે. તેમણે ટ્વિટ કરીને લોકોને રિલેવન્ટ ઇન્ફર્મેનશ શેર કરવાં અપીલ કરી છે. વકીલનું કહેવું છે કે, પૂરાવા ચોક્કસ હોય તો જ કોર્ટ જવું જોઇએ. આપ આપનાં પ્રેમમાં, દુખમાં જો આવી વસ્તુઓ ૨૦-૨૦ વખત મોકલશો, જે રિલેવન્ટ ઇન્ફોર્મેશન નથ તો હું વાંચી નહીં શકુ અને જે રિલેવન્ટ હશે તે છૂટી જશે. કેસ ઇમોશનથી નથી જીતી શકાતા. કાયદાતી જીતી શકાય છે. સુશાંત સિંઘ રાજપૂતની આત્મહત્યા બાદથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અંદરથી ભેદભાવથી લઇને ભાઇ-ભતીજાવાદ,બહારનાં અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીનાં, ઇન્ડસ્ટ્રીનાં મોટા પરિવાર કે ગોડફાધરથી જોડાયલાં હોવું અને એક આઉટ સાઇડર હોવાંને કારણે તેનો સંઘર્ષ કેટલો વધી જાય છે તે અંગે સોશિયલ મીડિયા પર ખૂબ વાતો થઇ રહી છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY