મેચ વિનર બોલરની પસંદગી કરવાની આવે તો હું જસપ્રિત બુમરાહની પસંદગી કરું

0
50

મુંબઈ,તા.૧૦
ભારતીય ક્રિકેટ ટીમના ઝડપી બોલર જસપ્રિત બુમરાહની બોલિંગ સામે દુનિયાના ભલભલા બેટ્સમેન ડરતા હોય છે. તેના યોર્કર ગમે તેવા બેટસમેનને બોલ્ડ કરી નાખતા હોય છે. આમ તો દુનિયાભરના વર્તમાન અને ભૂતપૂર્વ બેટ્સમેન બુમરાહની બોલિંગના ફેન છે પરંતુ બોલિવૂડની એક લલના પણ બુમરાહની બોલિંગથી પ્રભાવિત છે અને તેની સામે ક્લીન બોલ્ડ થઈ ગઈ છે. આ એક્ટ્રેસ એટલે દિશા પટણી. દિશા પટણીએ તેની નાનકડી કરિયરમાં ઘણા ફેન ફોલોઇંગ બનાવી લીધા છે. તાજેતરમાં જ દિશાએ ક્રિકેટ માટે તેના પ્યારનો એકરાર કર્યો છે. આ સાથે તેણે જસપ્રિત બુમરાહની ઘણી પ્રશંસા કરી છે.
દિશાએ તો બુમરાહને એક મોટો મેચ વિનર ગણાવ્યો છે. દિશા તેની ફિલ્મ મલંગના પ્રમોશન માટે ન્યૂઝીલેન્ડ ગઈ હતી જ્યાં માઉન્ટ મોંગેની ખાતે રમાયેલી પાંચમી ટી૨૦ મેચ દરમિયાન તે તેની ફિલ્મની સંપર્ણ કાસ્ટ સાથે ઓફિશિયલ બ્રોડકાસ્ટરના સ્ટુડિયોમાં પહોંચી ગઈ હતી.એ વખતે દિશાએ જણાવ્યું હતું કે જો મારે કોઈ મેચ વિનર બોલરની પસંદગી કરવાની આવે તો હું જસપ્રિત બુમરાહની પસંદગી કરું. તે આપણી ટીમના વર્તમાન ખેલાડીઓમાં બેસ્ટ છે. બુમરાહને એ મેચમાં મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો. તેણે ચાર ઓવરમાં ૧૨ રન આપીને બે વિકેટ લીધી હતી. આ સાથે ભારતે એ સિરીઝ પણ જીતી લીધી હતી. બુમરાહે ટી૨૦ ક્રિકેટમાં સૌથી વધુ મેડન ઓવર ફેંકવાનો વર્લ્ડ રેકોર્ડ પણ પોતાના નામે કરી દીધો હતો.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY