મુંબઈ-પુણેમાં ભારે વરસાદથી જનજીવન અસ્ત-વ્યસ્ત, રસ્તાઓ ઉભરાયા, અનેક ટ્રેનો રદ્દ

0
69

મુંબઈના ઘણા વિસ્તારોમાં રવિવારે રાત્રે જોરદાર વરસાદ પડી રહ્યો છે. આ કારણે ઘણા વિસ્તારોના રસ્તાઓ અને રેલ્વે ટ્રેક પર પાણી ભરાઈ ગયા છે. અહીં ઘણા રસ્તાઓ પર લાંબો ટ્રાફિક જામ થયો છે, જ્યારે ઘણી લોકલ ટ્રેનો પણ લેટ ચાલી રહી છે.

ભારે વરસાદના કારણે જ્યાં વેસ્ટર્ન લાઈન 5થી 7 મિનિટ, જ્યારે સેન્ટ્રલ અને હાર્બર લાઈન 10થી 15 મિનિટ લેટ ચાલી રહી છે. જ્યારે પશ્ચિમ રેલ્વેએ એક નિવેદન જાહેર કરીને કહ્યું, મુંબઈમાં રવિવારે રાત્રે ભારે વરસાદના કારણે નાલાસોપારામાં રેલ્વે ટ્રેક પર પાણી ભરાઈ ગયું છે. આ કારણે અપ લાઈન પર ટ્રેનોનું પરિચાલન રોકી દેવામાં આવ્યું છે, જ્યારે અન્ય ત્રણ લાઈનો ઉપર પણ ટ્રેનો ઘણી ધીમી ચાલી રહી છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY