મહારાષ્ટ્રમાં બહેરી-મૂંગી બાળાઓ પર દુષ્કર્મથી ખળભળાટ મચ્યો

0
108

મુંબઈ,
તા.૧૩/૪/૨૦૧૮

મહારાષ્ટના કરજત શહેરમાં આવેલી બો‹ડગ સ્કૂલમાં બહેરી મુંગી બાળાઓ પર દુષ્કર્મ આચરાયાની ક્રૂર ઘટના બહાર આવી છે. આ મુજબની ફરિયાદ દાખલ થતાં પોલીસે તપાસ શરૂ કરી છે અને બે બાળાઓના મેડિકલ ટેસ્ટ કરાવવામાં આવતાં એવો ધડાકો થયો છે કે, એમના પર શારીરિક અત્યાચાર થયો છે. બોર્ડીંગ સ્કૂલના કેરટેકર રામશંકર બામ્બરેની પોલીસે ધરપકડ કરીને કડખ પૂછતાછ શ કરી છે. સ્કૂલની અન્ય વિદ્યાર્થિનીઓના મેડિકલ ટેસ્ટ પણ કરાવવામાં આવી રહ્યા છે. બીજી અનેક બહેરી-મૂંગી વિદ્યાર્થિનીઓ પણ શારીરિક શોષણનો ભોગ બની હોવાની પોલીસને શંકા છે અને ઉંડી તપાસ ચાલી રહી છે.

એક વિદ્યાર્થિનીના માતાએ પ્રથમ પોલીસમાં જાણ કરી હતી અને ત્યારબાદ બે બાળાઓના વાલીઓએ ફરિયાદ દાખલ કરાવતાં આખું કૌભાંડ બહાર આવી ગયું છે. પોલીસે આજ સુધીમાં ૭ જેટલી બહેરી-મૂંગી બાળાઓના નિવેદન લીધા છે અને નિષ્ણાતોની મદદથી નિવેદન લેવાયા છે. સાઈન લેન્ગવેજ ઈન્ટરપ્રિન્ટરની મદદથી પોલીસે બાળાઓ સાથે વાતચીત શ કરી છે અને હજુ પણ અનેક બાળાઓના નિવેદનો લેવામાં આવશે.

અત્યાર સુધી જે બાળાઓના પોલીસે નિવેદન લીધા છે તેમાં બાળાઓએ એવી રાવ કરી છે કે, અમારું શારીરિક શોષણ રામશંકર બામ્બરેએ કર્યું છે. બાળાઓએ કહ્યું કે, રામશંકરે પ્રથમ તો શારીરિક અડપલા કર્યા હતા અને કેટલીક બાળાઓ સાથે દુષ્કર્મ પણ કરેલ છે. આ બાળાઓ બોલી શકતી નથી. આ બોર્ડીંગ સ્કૂલને ૨૦૧૨માં મહારાષ્ટ સરકારે માન્યતા આપી હતી અને રાજ્યના સામાજિક ન્યાય ખાતાના મંત્રાલય દ્વારા તેને ફંડ આપવામાં આવે છે.

બહેરી અને મુંગી બાળાઓને પણ હવસનો શિકાર બનાવનારા ગીધડાને પોલીસે બરાબર પાઠ ભણાવ્યો છે અને તેની પૂછપરછ ચાલી રહી છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY