મુસ્લિમ સમાજના લોકો દ્રારા નાની બાળકી સાથે કરેલ અડપલાં ના આરોપીને ફાંસીની સજાની માગ કરી….

0
389

ગત રોજ ભરૂચના એક વિસ્તારમાં રહેતી ત્રણ વર્ષની નાની બાળકી સાથે ત્યાંજ રહેતા એક વહેશી ઈસમ દ્રારા શારીરિક અડપલાં કરતાં સ્થાનિકો સહિત તેના પ્રત્યે લોકોનો રોષ ફાટી નીકળ્યો છે અને તેને કડક માં કડક ફાંસીની સજાની માંગ કરવામાં આવી છે.

બનાવની માહિતી મુજબ ભરૂચ એક વિસ્તારમાં રહેતા આરોપી સિદ્દીક અલી ઇશાક દન્તિ દ્રારા તેજ વિસ્તારમાં રહેતી ત્રણ વર્ષની નાની બાળકી ને ચોકલેટ આપવાના બહાને ઘરમાં બોલાવી શારીરિક અડપલાં કરતાં મામલો બહાર આવતા સમગ્ર વિસ્તાર સહિત ભરૂચ શહેરમાં વાતાવરણ એક અંશે તંગ બની ગયું હતું.

બનાવ અંગે સમય સૂચકતા વાપરી પોલીસે આરોપીની ધરપકડ કરી હતી અને બાળકીને વધુ મેડિકલ ચેકઅપ અંગે વડોદરા
ખાતે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી હતી.

જોકે નાની બાળકી સાથે હવસી હેવાન દ્રારા કરાયેલા શારીરિક અડપલાં ને લઈને મુસ્લિમ સમાજના ગુલામ ઈંટવાળા,
યુસુફ વરુ,હનીફ બાપુ,હાફેજી દયાદરવાળા,સિરાજ કારટિંગ એજન્ટ,રફીક ગોઠન,ઈંદ્રિસ વલી કલકલ જેવા આગેવાનો અને મુસ્લિમ સમાજના લોકો ભેગા થઈને આ આરોપીને ગુનો જાહેર થાય તો તેને કડક માં કડક ફાંસીની સજાની માંગણી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.અને આવા ઈસમો સમાજ માટે કલંક રૂપ ગણાવ્યા હતાં.

રિપોર્ટર:-પ્રકાશ મેકવાન,ભરૂચ.
મો:-9537920203.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY