કર્ણાટક વિધાનસભાની ચૂંટણીના પરિણામ જાહેર કરવામાં આવ્યા બાદ જુદા જુદા સમુદાયમાં કઇ પાર્ટીએ જોરદાર પ્રભુત્વ જમાવી લીધુ હતુ તેને લઇને મુલ્યાંકનનો દોર શરૂ થઇ ગયો છે. પ્રાથમિક મુલ્યાંકન અને સીટોને ધ્યાનમાં લેવમાં આવે તો કહી શકાય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમા ભાજપ સરકાર મુસ્લિમ સમુદાયના લોકોમાં વિશ્વાસ જગાવવામાં સફળ સાબિત થઇ રહી છે. હવે તેને મુસ્લિમ મત પણ પહેલા કરતા વધારે મળી રહ્યા છે. જે કર્ણાટક વિધાનસભાની ચૂંટણીના પરિણામને નિહાળ્યા બાદ સાબિત થઇ જાય છે. કર્ણાટકમાં ભાજપના દેખાવની વાત કરવામાં આવે તો મુસ્લિમ પ્રભુત્વવાળા વિસ્તારમાં ભાજપનો દેખાવ વર્ષ ૨૦૧૩ની તુલનામાં જારદાર રહ્યો છે. વર્ષ ૨૦૧૩માં ભાજપને મુસ્લિમ વિસ્તારોમાં પાંચ સીટ મળી હતી. જેની સામે આ વખતે ૧૫ સીટ મળી છે. એટલે કે તેની ૧૦ સીટ વધી ગઇ છે. જ્યારે બીજી બાજુ કોંગ્રેસની સીટ જે ૧૯ હતી જે ઘટીને ૧૩ થઇ છે. ભાજપે તેની કેડરને મજબુત કરવામાં સતત મજબુત ભૂમિકા અદા કરી છે. તેની અસર હવે દેખાઇ રહી છે. કર્ણાટકમાં પાર્ટી સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી ચુકી છે. દેશની સૌથી મોટી પાર્ટી તરીકે તેની છાપ વધારે મજબુત બની છે. તે હવે ઉત્તર ભારતની પાર્ટી રહી નથી તે બાબત પરિણામોથી સાબિત થઇ રહી છે. આસામ, મહારાષ્ટ્ર અને ત્રિપુરા જેવા રાજ્યોમાં પાર્ટીની જીત થઇ છે. મુસ્લિમ વિસ્તારોમાં પણ ભાજપની છાપ સારી રહી છે. મોદીના કામને લોકો પસંદ કરી રહ્યા છે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"