સુરત,
તા.૧૫/૦૩/૨૦૧૮
સુરતની શાળાઓમાં હોમવર્ક, ઢીંગામસ્તી સહિતના મુદ્દે વિદ્યાર્થીઓને માર મારવામાં આવતો હોવાના કિસ્સા સમયાંતરે નોંધાય છે. આ પ્રકારે વિદ્યાર્થીને શારીરિક સજાનો સિલસિલો યથાવત રહેતા સુરતમાં લસકાણાની રામકૃષ્ણ હરિકૃષ્ણ એકેડમીમાં નજીવી બાબતે શિક્ષકે વિદ્યાર્થીને ઢોર માર માર્યાનો કિસ્સો નોંધાયો છે. સ્ટેપલર માંગતા વિદ્યાર્થી પર તૂટી પડેલા શિક્ષકે ઢોર માર માર્યા બાદ તેને સારવાર માટે હોસ્પટલમાં દાખલ કરવાની નોબત આવી હતી. શિક્ષકે વિદ્યાર્થીને પીઠના ભાગે ઢોર માર મારતા લાલ ચકામા પડી ગયા હતા.
બુધવારે ધોરણ-૮ના વિદ્યાર્થીને ઢોર માર માર્યાનો કિસ્સો લકસાણાના વાલક પાટિયા પર આવેલી શ્રી સ્વામિનારાયણ મિશન સંચાલિત રામકૃષ્ણ હરિકૃષ્ણ એકેડમી (સીબીએસઇ સ્કૂલ)માં નોંધાયો હતો. શિક્ષકે ઢોર માર માર્યા બાદ પીઠના ભાગે ઇજા પામેલા વિદ્યાર્થીના ફોટા, વીડિયો અને તેને કરેલી ફરિયાદ વોટ્સએપ ગ્રૂપમાં ફરતા પણ થઇ ગયા હતા.
ઘટના અંગે મળતી માહિતી મુજબ, ધોરણ-૮માં ભણતો આયુષ પાટોળીયા નિત્યક્રમ પ્રમાણે બુધવારે શાળાએ ભણવા ગયો હતો. દરમિયાન વર્ગમાં પેપર પ્રેક્ટસ ચાલતી હોય તમામ વિદ્યાર્થીઓ તેમાં વ્યસ્ત હતા. તે વેળાએ આયુષે હિરેન દેસાઇ નામના શિક્ષક પાસેથી સ્ટેપલરની પીન માંગી હતી. જાકે, શિક્ષકે ઇન્કાર કરી દીધો હતો. ત્યાર બાદ વિદ્યાર્થી ઊભો થઇને સ્ટેપલર લેવા જતાં ગુસ્સે ભરાયેલા શિક્ષકે તેને પકડીને મારવાનું શરૃ કરી દીધું હતું.
શિક્ષકે પીઠના ભાગે જારથી માર મારતા લાલ ચકામા પડી ગયા હતા. દરમિયાન ઇજા પામેલો વિદ્યાર્થી હેબતાઇ જતાં તેને સારવાર માટે નજીકની ખાનગી હોસ્પટલ ખસેડાયો હતો. સમગ્ર પ્રકરણમાં શાળા સંચાલકોનો સંપર્ક થઇ શક્યો ન હતો. આ મામલે હિરેનભાઇ પાટોળિયા (રહે, લબાજી બંગલોઝ, યોગીચોક, સરથાણા)એે સરથાણા પોલીસ મથકમાં શિક્ષર હિરેન દેસાઇ સામે ફરિયાદ નોધાવી હતી.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"