નખત્રાણાના(કચ્છ) વિગોડી ફાટક પાસે કાર અને બાઈક અથડાવાથી બાઈકસવારનાં ત્રણનું મૃત્યુ નિપજ્યું

0
350

નખત્રાણા: નખત્રાણાના વિગોડી ફાટક પાસે બાઈક અને કાર વચ્ચે થયેલા અકસ્માતમાં ત્રણ વ્યક્તિના મોત થયા છે નખત્રાણાથી માતાનામઢ તરફના રસ્તે ત્રણ સવારીમાં જઈ રહેલી બાઈકને કારની ટક્કર થતા સર્જાયેલા અકસ્માતમાં બાઈક પર સવારી કરી રહેલા ત્રણ વ્યક્તિના મોત નિપજ્યા છે આ ઘટનાને પગલે 108 સહિત પોલીસ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે મળી રહેલી પ્રાથમિક વિગત અનુસાર પૂર ઝડપે આવી રહેલી કારે બાઇકને હડફેટે લીધા બાદ આગળ જઈને રસ્તા પર ઉતરી ગઈ હતી હિટ એન્ડ રન જેવા આ બનાવમાં મતૃકોની ઓળખ સહિત અકસ્માતના કારણ અંગેની વિગતો મેળવાઈ રહી છે

108 ઈમરજન્સી સેવાના જિલ્લા અધિકારી જયેશભાઈ કરેણાના જણાવ્યા મુજબ મૃતકોમાં બે પુરૂષ અને એક સગીર વયનો છોકરો જણાય છે. મૃતકો પૈકી એક જણાં પાસેથી મળેલા ડ્રાઈવીંગ લાયસન્સમાં દેશલપર ગુંતલીનું સરનામું લખેલું છે. નખત્રાણા પોલીસે ઘટનાસ્થળે દોડી તપાસ શરૂ કરી છે

ગૌતમ બુચિયા
9714065405

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY