નાંદોદ ના વાસલા ગ્રામ પંચાયતમાં આવાસ મંજુર કરાવવા લાંચ લેનાર તલાટી ને છ મહિનાની સજા 

0
112

2015 ના વર્ષમાં  લાંચ નીમાંગ કરી એ સી  બી ના છટકામાં ઝડપાયેલા તલાટી કમ મંત્રી ને કોર્ટે સજા ફટકારતા પંચાયત વિભાગમાં ફફડાટ

રાજપીપલા: નાંદોદ તાલુકાના વાસલા ના રહીશ ફરિયાદી કંચન લલ્લુભાઇ જોગી 2015 ના વર્ષ માં આવાસ યોજના નું ફોર્મ વાસલા ગ્રામ પંચાયત કચેરી માં ભર્યું હતું ત્યારે ત્યાંના તલાટી કમ મંત્રી ચંદુ કાનજીભાઈ તડવી ( રહે.ઇન્દ્રવર્ણ ) એ જણાવેલ કે તમારું ફોર્મ બે એક મહિના માં મંજુર થઈ જશે પરંતુ આ બાબતે એક બે વાર ફરિયાદી એ તલાટી સાથે વાત કર્યા બાદ તારીખ 17-9-15 ના રોજ ફરિયાદી કંચન જોગીએ ફોન પર વાત કરતા તલાટીએ તમારો વર્ક ઓર્ડર આવ્યો હોય એ સોમવારે મળશે પણ એ મેળવતા પેહલા તમારે મને 6,000/- રૂપિયા આપવા પડશે અને બાકીના 4,000/- રૂપિયા પાછળ થી આપજો એમ કુલ 10,000/- ની માંગ કરી જેથી ફરિયાદી એ આ તમામ વાત ફોન માં રેકોર્ડ કરી એનાં આધારે રાજપીપલા એ .સી.બી. માં ફરિયાદ દાખલ કરતા એ સી બી પી આઈ પી .ડી .બારોટે છટકું ગોઠવી તલાટી કમ મંત્રી ચંદુ તડવી ને તારીખ 18-9-15 ના રોજ ફરિયાદી પાસે લાંચ ના રૂપિયા 6,000/- લેતા રંગે હાથ ઝડપી પાડતા પોતાના હોદ્દા નો દુરુપયોગ કરવા બદલ એની વિરુદ્ધ કેસ થતા આ કેસ અદાલતમાં ચાલી જતા ફરિયાદી પક્ષે સરકારી વકીલ જીતેન્દ્ર .જે.ગોહીલ ની ધારદાર દલીલો અને પુરાવાના આધારે કોર્ટે તલાટી કમ મંત્રી ચંદુ તડવી ને 6 મહિનાની કેદ અને બે હજાર દંડ ની સજા ફટકારતા પંચાયત આલમમાં ફફડાટ ફેલાયો હતો .

રિપોર્ટર- નર્મદા,ભરત શાહ.મો.નં.9408975050

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY