નાંદોદ ના લાછરસ ગામમાંથી એકજ મહિનામાં સતત બીજી વખત આંકડા લખતું દંપતી ઝડપાયું

0
692

આકડાનું કટિંગ લેતા રાજપીપલા ના ખાત્રીવાડ નો સોહેબ પઠાણ ને પકડવા ચક્રો ગતિમાન અગાઉ પણ એ ફરાર થતા દારૂના વોનટેડ કેશ માં ઝડપાયો હતો 

રાજપીપલા:
નર્મદા એલ.સી.બી.એ એકજ મહિના માં સતત બે વાર નાંદોદ તાલુકાના લાછરસ ગામે આંકડા નો ધંધો ચલાવતા દંપતીને ઝડપી કસ્ટડી ભેગા કર્યા છે.
આંકડા જુગારના કાયદાની છટકબારીમાં બિન્દાસ છૂટી જતા આ બેનંબરિયાઓ ફરી માંથી ઉંચકતા જોવા મળે છે ત્યારે ગયા મહીનેજ આકડાના કેશ માં ઝડપાયેલા લાછરસ ના વિક્રમ દાદુ વસાવા અને તેની પત્ની શુશીલા વિક્રમ વસાવા ને નર્મદા એલ.સી.બી.ના પી.એસ.આઈ.એ.ડી. મહંતે બાતમીના આધારે આજે લાછરસ ગામમાંથી રેડ કરી આંકડા લખતા રૂપિયા 31010/- રોકડા સાથે ઝડપી રાજપીપલા પોલીસ ને સોંપ્યા હતા ત્યારે આકડાનું કટિંગ લેનાર રાજપીપળા ખાત્રીવાડ ના સોહબખાન મહંમદ રફીક પઠાણ ને પકડવા ચક્રો ગતિમાન કાર્ય હતા.
ઉલ્લેખનીય છેકે નર્મદા પોલીસ રાત દિવસ જુગાર,દારૂ સહિતના બેનંબરી ધંધા કરતા તત્વો ને જબ્બે કરી કાયદેસર કાર્યવાહી કરે છે પરંતુ અમુક કાયદાની છટકબારી કે નબળાઈ કહી શકાય એમાં ખાસ સજાની જોગવાઈ ન હોવાના કારણે લુખ્ખા તત્વો બેફામ બની વેપલો ચલાવતા રહ્યા છે ત્યારે આ માટે કાયદામાં કડક જોગવાઈ હોવી જોઈએ એમ લાગી રહ્યું છે .

ચીફ રિપોર્ટર,નર્મદા.ભરત શાહ.મો.નં.9408975050

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY