નરેશ અગ્રવાલ પર મહિલા આયોગ કડક કાર્યવાહી કરે : અખિલેશ યાદવ

0
81

ન્યુ દિલ્હી,
તા.૧૩/૦૩/૨૦૧૮

સમાજવાદી પાર્ટીનો છેડો ફાડી ભારતીય જનતા પાર્ટી માં સામેલ થતાં જ નરેશ અગ્રવાલની નવી ઇનિંગ્સની શરૂઆત સારી રહી નથી. ભાજપમાં સામેલ થતાં જ નરેશ અગ્રવાલે કંઇક એવું નિવેદન આપ્યું કે દરેક લોકોના નિશાન પર આવી ગયા છે. સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે પણ નરેશ અગ્રવાલના નિવેદન નિંદા કરી છે અને ભાજપને કડક કાર્યવાહી કરવાની અપીલ કરી છે.

મંગળવારે સવારે અખિલેશ યાદવે ટ્‌વીટ કરી “શ્રીમતી જયા બચ્ચન જી પર કરવામાં આવેલ અભદ્ર ટિપ્પણી માટે અમે ભાજપાના શ્રી નરેશ અગ્રવાલના નિવેદનની કડક નિંદા કરીએ છીએ. આ ફિલ્મ જગતની સાથે જ ભારતની દરેક મહિલાનું પણ અપમાન છે. ભાજપા જા ખરેખર નારીનું સમ્માન કરતી હોય તો તાત્કાલિક તેમની વિરૂદ્ધ પગલાં ઉઠાવે. મહિલા આયોગે પણ કાર્યવાહી કરવી જાઇએ.”

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY