નર્મદા જિલ્લા માં આજે કોરોનાના ૭ નવા કેસ નોંધાયા : ૫ પુરુષ અને ૨ મહિલા કોરોના પોઝિટિવ

0
50

(ભરત શાહ દ્વારા) – રાજપીપળા : હાલ સમગ્ર ગુજરાત માં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે નર્મદા જિલ્લો પણ બાકાત નથી ફહ્યો નર્મદા જિલ્લામાં પણ કોરોનાના કેસો વધી રહ્યા છે જે ચિંતાજનક છે.અનલોક ની શરૂઆત માં નર્મદા માં કેવડિયા ના એસ.આર પી કેમ્પ કોરોનામાં સપડાયો હતો ત્યારબાદ છુટા છવાયા જિલ્લા માં કોરોનાના કેસો નોંધાઇ રહ્યા છે.જેમાં આજે વધુ ૭ કેસ નર્મદા જિલ્લા માં કોરોના પોઝિટિવ નોંધાતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી છે.

નર્મદા જિલ્લા એપેડેમીક ડીસીસ ઓફિસર ડોક્ટર કશ્યપ ના જણાવ્યા મુજબ ગતરોજ ચકાસણી માટે મોકલેલા ૪૧ સેમ્પલ માંથી ૭ ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે જેમાં બે મહિલા અને પાંચ પુરુષ નો સમાવેશ થાય છે.પોઝિટિવ કેસ માં જેસલપોર ના ૪૫ વર્ષીય પુરુષ, કોઠારા ના ૬૫ વર્ષીય પુરુષ,સેલંબા ના ૩૫ વર્ષીય મહિલા, રાજપીપળા ના ૭૨ વર્ષીય પુરુષ તબીબ,કેવડિયા ના ૩૩ વર્ષીય પુરુષ, ઘાટોલી ના ૧૯ વર્ષીય મહિલા, તેમજ લાછરસ ના ૪૧ વર્ષીય પુરુષ નો સમાવેશ થાય છે.આમ એક સાથે સાત પોઝીટીવ કેસ આવતા આરોગ્ય દોડતું થયું હતું.

સાથેજ નર્મદા જિલ્લાની કોવિડ હોસ્પિટલમાં હાલ કોરોનાના ૧૯ દર્દી માંથી એક દર્દી સુરત અને એક દર્દી વડોદરા રીફર કરતા ૧૭ દર્દીઓ સારવાર હેઠળ છે નર્મદા જિલ્લામાં આજદિન સુધી ૯૦ દર્દીઓ સજા થતા રજા અપાઈ છે નર્મદા જિલ્લામાં આજદિન સુધી કુલ ૧૦૯ કોરોના દર્દી નોંધાયા છે તેમજ કોરોનાના કારણે એકપણ મૃત્યુ નોંધાયું નથી આજે વધુ ૪૩ સેમ્પલ ચકાસણી માટે મોકલવામાં આવ્યા છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY