આમલેથા પોલીસે બાતમીના આધારે જુગાર પર છાપો મારી 3 ને ઝડપી લીધા:એક નાસી જનાર ની શોધખોળ

0
68

(ભરત શાહ દ્વારા) – રાજપીપળા : નર્મદા પોલીસ વડા હિમકર સિંહ તથા ના.પો.અધિક્ષક રાજપીપળા ડીવીઝન રાજેશભાઇ પરમારનાની સુચના અને માર્ગદર્શન મુજબ જીલ્લા માં ચાલતી પ્રોહિ. જુગારની પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વધુમાં વધુ રેડો કરવાની સુચના ના આધારે પોલીસ સ્ટાફ સાથે પેટ્રોલિંગ માં હતા એ દરમ્યાન ખાનગી રાહે બાતમી મળેલ કે નાંદોદ ના આમલેથા ગામની સીમમાં રેલ્વે લાઇન ની બાજુમાં આવેલ જંગલ ઝાડીમાં ખાખરા ના ઝાડ નીચે કેટલાક ઇસમો હારજીતનો પૈસાનો પત્તા પાના નો જુગાર રમેં છે એ બાતમી આધારે ત્યાં રેડ કરતા જુગાર રમી રમાડતા(૧)નરેશ વસાવા રહે.આમલેથા, નવીનગરી તા.નાંદોદ જી.નર્મદાર) દાવનજી બાવાભાઇ વસાવા રહે.આમલેથા, ઝરખ કૃળિયા તા.નાંદોદ જી.નર્મદા (3) ચિરાગ નરેન્દ્રભાઇ પટેલ રહે.ભદામ તા.નાંદોદ પકડાય જતા તેઓની અંગઝડતી દરમ્યાન રોકડા રૂપિયા ૭૨oo/- તથા જગ્યા ઉપર દાવ માં મુકેલ રોકડા રૂ.૭૫૦૦/- તથા અંગ ઝડતી દરમ્યાન મોબાઇલ નંગ-૪ કિ.રૂ.૨૦૦૦/મળી કુલ રૂ.૧૬,૩૦૦/- ના મુદ્દામાલ સાથે ઉપરોક્ત ત્રણ જુગારીયાઓ પકડાઈ ગયા હતા જ્યારે રતન શામળ ભાઇ વસાવા,રહે. આમલેથા નાશી જતા પોલીસે આ બાબતે ગુનો નોંધી નાસી ગયેલ વ્યક્તિ ને પકડવા ચક્રો ગતીમાન કર્યા છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY