રાજપીપળામાં મામૂલી વરસાદમાં સંતોષ ચાર રસ્તા પાસે પડેલા ભુવા વાહન ચાલકો માટે જોખમી

0
79

છેલ્લા દસેક વર્ષ થી કાળા ઘોડાથી જકાતનાકા જતો માર્ગ પ્રથમ વરસાદ માંજ ધોવાઈ જાય છે છતાં આ માર્ગ સી સી નહિ બનાવતા વાાહનચાલકો ને મુશ્કેલી

માર્ગ અને મકાન વિભાગ દ્વારા દર વર્ષે ડામર પાથરી રિકાર્પેટિંગ કરાય છે ત્યારે એ ફક્ત પૈસાનો બગાડ હોય આ માર્ગ પર થી મંત્રીઓ કે જીલ્લાના ઉચ્ચ અધિકારીઓ ના વાહનો પણ પસાર થાય છે છતાં તંત્ર ની કામગીરી લુલી

(ભરત શાહ દ્વારા) – રાજપીપળા : રાજપીપળા શહેર માં માર્ગ અને મકાન વિભાગ ની હદ માં આવતા કેટલાક માર્ગ દર વર્ષની જેમ આ ચોમાસા ની શરૂઆત માંજ ધોવાઈ જતા રાહદારીઓ અને વાહન ચાલકો હેરાન થઈ રહ્યા છે જેમાં ખાસ કરીને દર વર્ષે સંતોષ ચાર રસ્તા પાસેના માર્ગ પર વરસાદ પડતાજ મોટા ખાડા પડી જતા હોય આ ખાડા માં પાણી ભરાય છે જેના કારણે વાહન ચાલકો ખાડા માં પટકાઈ છે અને તંત્ર ની લાપરવાહીના કારણે અકસ્માત થતા લોકો ઇજા પામે છે છતાં વર્ષો થી આ સમસ્યા નું કોઈ કાયમી નિરાકરણ લવાતું નથી ત્યારે વડીયા જકાતનાકા થી કાળા ઘોડા સુધી નો માર્ગ જો ડામર ની જગ્યા એ સી.સી રોડ બનાવાય તો આ કાયમી તકલીફ નો અંત આવે એમ લોકો નું માનવું છે પરંતુ દર ચોમાસા માં પડતા ભુવા ઉપર માટી અને ત્યારબાદ મેટલ નાખી ડામર પાથરતું તંત્ર દર વર્ષે મરામત પાછળ ખોટો ખર્ચ કરે છે.માર્ગ મકાન વિભાગ ના અધિકારીઓ આ માર્ગ નું કાયમી નિરાકરણ આવે એ માટે ક્યારે પગલાં લેશે એ જોવું રહ્યું.

● : જોકે ગત વર્ષે માર્ગ મકાન વિભાગ ના ઇજનેરે એમ જણાવ્યું હતું કે સીસી રોડ માટે ની દરખાસ્ત મૂકી છે મંજુર થયે સીસી માર્ગ બનશે પરંતુ એ વાત ને એક વર્ષ થવા છતાં હજુ આ બાબતે કોઈજ કામગીરી થયેલી જોવા મળી નથી તો શું આ માર્ગ પર કોઈનો ભોગ લેવાય તેની તંત્ર રાહ જોઈ રહ્યું છે..?

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY