ભરત શાહ દ્વારા) – રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના પોઇચા ગામની નર્મદા નદી માં સ્નાન કરવા પડેલા બાળકનું ઊંડા પાણી માં ડૂબી જતાં મોત થયું છે
મળતી માહિતી મુજબ રાજપીપળા પોલીસમાં જાણ કરનાર પ્રદિપકુમાર સીતારામભાઈ વર્મા નાં જણાવ્યા મુજબ તેમનો દીકરો લવકુમાર પ્રદિપકુમાર વર્મા ઉ.વ.૧૫ હાલ રહે.વાઘોડીયા શ્રીનાથધામ સોસાયટી, વડૉદરા મુળ રહે. કાનપુર બોડાચૌરા ફ્રેંડસ કોલોની તા.જી.કાનપુર ઉત્તરપ્રદેશનાઓ તેઓ અને તેમનો દીકરો પોઈચા નીલકંઠ મંદિરે દર્શન કરવા માટે આવ્યા હતા તે વખતે પોઇચા ખાતેની નર્મદા નદીમાં નાહવા માટે જતા ઊંડા પાણીમાં દીકરો લવકુમાર તણાય જતા તેની સ્થાનિક તરવૈયા અને ફાયર બ્રિગેડ દ્વારા શોધખોળ કરાઈ છતાં મળી આવ્યો ન હોય બીજા દિવસે તેનો મૃતદેહ પોઇચા ભાઠા માથી મળી આવતા રાજપીપળા પોલીસે અકસ્માત મોત દાખલ કરી છે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"