રાજપીપળા કાળિયાભૂત પાસેના વાસુ હેરિટેજ માથી ચોરી થયેલી મોટરસાયકલ જીતનગર પાસેથી મળી આવી

0
5

ભરત શાહ દ્વારા) – રાજપીપળા : રાજપીપળા કાળિયાભૂત પાસેના વાસુ હેરિટેજ માથી મોટરસાઇકલ ની ચોરી થતા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ બાદ રાજપીપળા પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરતા આ મોટરસાયકલ નેત્રંગ રોડ,જીતનગરા પાસેથી મળી આવી હોવાનું જાણવા મળ્યું છે

પ્રાપ્ત વિગતો અનુસાર વાસુ હેરિટેજ માં રહેતા અંકુર ધીરજલાલ ખાંટ નાં મામાની માલિકીની મોટરસાઇકલ GJ.3.CH.3695 કિંમત આશરે રૂપિયા 15,000ની અંકુરભાઈ કામ માટે વાપરતા હોય આ મોટરસાયકલ વાસુ હેરિટેજ નાં પાર્કિગમાં પાર્ક કરી મૂકી હોય જે ચોરી થઈ થતા તેમને આ બાબતે રાજપીપળા પોલીસ મથકે ફરિયાદ કરતા પોલીસે અજાણ્યા ચોર સામે ગુનો દાખલ થયો હતો .

આ કેસની તપાસ કરી રહેલા પીએસઆઈ શેખ એ જણાવ્યું કે તપાસ દરમિયાન આ મોટરસાઇકલ નેત્રંગ રોડ પર જીતનગર નજીકથી બિનવારસી હાલતમાં અવાવરૂ જગ્યા એથી પોલીસને મળી આવતા પોલીસે બાઈક કબ્જે કરી ચોરી કરનાર ઇસમની તપાસ હાથ ધરી છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY