નર્મદા જિલ્લાના કારેલી ગામમાં જુગાર રમતા 6 શખ્સોને રૂ .૫,૩૮,૨૫૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી જિલ્લા, LCB, ત્રણ વોન્ટેડ

0
10

(ભરત શાહ દ્વારા) – રાજપીપળા : નર્મદા જીલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃતિને ડામી દેવા તેમજ પ્રોહીબીશન તથા જુગારની પ્રવૃતિને નાબુદ કરવાની સુચના અને માર્ગદશન અનુસંધાને એ.એમ.પટેલ પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. નાઓને બાતમી મળેલ કે તિલકવાડા પો.સ્ટે . વિસ્તારના કારેલી ગામે ખુલ્લી જગ્યામાં કેટલાંક ઇસમો પત્તા પાનાનો હાર – જીતનો જુગાર રમે છે . જે બાતમીના આધારે એલ.સી.બી.ના સ્ટાફને ત્યાં રેઇડ કરતા ત્યાં ખુલ્લી જગ્યામાં કેટલાંક ઇસમો ટોળુ વળીને પત્તા – પાનાનો હાર – જીતનો જુગાર રમતા હોય જ્યાં જેમાં કેટલાંક જુગારીયાઓને ઝડપી પાડેલ જે પૈકી ( ૧ ) ગણપતભાઇ નાવજીભાઇ તડવી રહે.કારેલી ( ૨ ) વિજયભાઇ જયસુખભાઇ વણકર રહે.કારેલી ( ૩ ) રમેશભાઇ રમણભાઇ વસાવા રહે.કારેલી ( ૪ ) ભીખાભાઇ વિરમભાઇ પરમાર રહે.કારેલી ( ૫ ) ભગુભાઇ ઉકકડભાઇ તડવી રહે. ચમરવાડા તા.સંખેડા જી.છોટાઉદેપુર ( ૬ ) રાજેંદ્રભાઇ સોમસિંહ સોલંકી રહે.ચમરવાડા તા.સંખેડા જી. છોટાઉદેપુર નાઓને રોકડ રકમ રૂ . ૨૩,૨૫૦ / – તથા મોબાઇલ ફોન નંગ -૦૩ કિ.રૂ .૧૫,૦૦૦ તથા ફોર વ્હીલ ગાડી નંબર GJ – 06 – PG – 7627 જેની કિ.રૂ .૫,૦૦,૦૦૦ / મળી કુલ રૂ. .૫,૩૮,૨૫૦ / – ના મુદ્દામાલ સાથે ઝડપી તથા ( ૧ ) દીવાન બિસ્મિલ્લાહ શાહ બચુશાહ રહે.સાઠોદ નવીનગરી તા.ડભોઇ જી.વડોદરા ( ૨ ) રણજીતસિંહ ઉર્ફે મૂકો ફતેસિંહ કોઠીયા રહે.કારેલી તા.તિલકવાડા જી.નર્મદા તથા ( ૩ ) પ્રવિણભાઇ ઉર્ફે બોડો કાભાઇભાઇ તડવી રહે.જલોદરા તા.તિલકવાડા જી.નર્મદા નાઓને વોન્ટેડ જાહેર કરી તિલકવાડા પો.સ્ટે.માં જુગારનો ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY