સરકારી નિયમોનું ઐસીતૈસી… નર્મદા જિલ્લામાં મોટા ભાગના કોન્ટ્રાક્ટ કર્મચારીઓના EPF કપાતા ન હોવા છતાં અધિકારીઓનું મૌન

0
6

(ભરત શાહ દ્વારા) – રાજપીપળા : રાજપીપળા સહિત જિલ્લામાં આવેલી કચેરીઓમાં કોન્ટ્રાક્ટ હેઠળ કામ કરતા કર્મચારીઓ આખો દિવસ કામ કરતા હોય જેમને નજીવો પગાર મળતો હોય છે સાથે સાથે નિયમ મુજબ દરેક કોન્ટ્રાક્ટ કર્મીઓના પીએફ, ઇપીએફ કાપવા પડતા હોય છે પરંતુ મોટાભાગની કચેરીઓમાં કામ કરતા કર્મચારીઓ ના પીએફ કપાતા નથી અને કેટલીક કોન્ટ્રાકટર દ્વારા તો કર્મચારી ને તમારું પીએફ કપાઈ છે તેમ જણાવી પીએફ નંબર માંગતા એ મળતો નથી આ માટે જો કર્મચારી ઉપરી કક્ષા એ રજૂઆત કરવા જણાવે તો ફરજ માથી છૂટા કરી દેવાની ધમકી અપાતા એ ચૂપચાપ સહન કરે છે

જેમાં રાજપીપળા સિવિલ હોસ્પિટલ માં પણ પીએફ બાબતે કર્મચારીઓ બૂમ પાડી રહ્યા છે જ્યારે રાજપીપળા નગરપાલિકા માં ફરજ બજાવતા રોજમદારો નાં પગાર માથી પીએફ તો કપાઈ છે પરંતુ એ જમાં થાય છે કે નહિ એ બાબતે કર્મીઓને શંકા છે કેમ કે પીએફ કપાતું હોય તેની કોઈ સ્લીપ મળતી નથી અને જે રોજમદારો છૂટા થયા છે તેમને કપાયેલા ઈપીએફ નાં નાણાં લાંબો સમય થયા બાદ પણ મળતા નથી માટે જિલ્લામાં સરકારી નિયમોની ઐસીતૈસી કરતા કોન્ટ્રાકટરો સામે લાગતા વળગતા અધિકારી પગલાં લઈ કર્મચારીઓ નું થતુ શોષણ બંધ કરાવે તેવી માંગ છે.

▪️આ બાબતે સિવિલ હોસ્પિટલનાં કોન્ટ્રાક્ટ સુપરવાઇઝર નાં જણાવ્યા મુજબ લગભગ બધા કર્મચારીઓના પીએફ કપાઈ છે પરંતુ 12 જેવા કર્મચારી ઓના આધાર કાર્ડ અપડેટ નહિ થતાં તેમના પીએફ ની પ્રોસિજર થતી નથી વારંવાર આધાર અપડેટ કરાવવા અમે જણાવ્યું છે પરંતુ એમની ઊંઘ ઊડતી નથી

જ્યારે પાલિકાના મુખ્ય અધિકારી નાં જણાવ્યા મુજબ ઈપીએફ નાં ખાતા ખુલ્યા જ છે પરંતુ કેટલાક કર્મચારીઓ ના ખાતા ખોલવામાં આધારકાર્ડ કે અન્ય બાબતે અડચણ આવતા તકલીફ છે બાકી ખાતા ખુલ્યા છે તે કર્મચારી/ઓના રૂપિયા ભરૂચ ઈપીએફ કચેરીમાં જમા થયા છે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY