વંઢ રોઝાનાર ગામે દીપડાનો આતંક,ઘર નજીક બાંધેલી પાડી ને દીપડા એ બનાવ્યો શિકાર બનાવતા લોકોમાં ભય

0
10

( ભરત શાહ દ્વારા) – રાજપીપળા : તિલકવાડા તાલુકાના વંઢ અને રોઝાનાર ગામે દીપડાએ આતંક મચાવ્યો છે જેમાં રોઝાનાર ગામે રહેણાક વિસ્તારમાં ઘર નજીક બાંધેલી અઢી વર્ષની એક પાડીનો દીપડાએ શિકાર કરતા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે બે દિવસ અગાઉં વંઢ ગામે દીપડાએ પાડી નો શિકાર કર્યો હતો અને ફરી એકવાર રોઝાનાર ગામે દીપડાએ પાડી ને શિકાર બનાવતા સમગ્ર વિસ્તારમાં ડર નો માહોલ છવાયો છે રહેણાક વિસ્તાર હોઈ લોકોની અવર જવર થતી હોય અને આવા વિસ્તારમાં જંગલી જાનવર આવતા લોકોમાં ફાફડાટ ફેલાયો છે

પ્રાપ્ત વિગત અનુસાર તિલકવાડા તાલુકાના વંઢ રોઝાનાર ગામે દીપડાએ આતંક મચાવ્યો છે ત્રણ દિવસ મા બે પાડી ઉપર હુમલો કરી શિકાર બનાવ્યો છે વંઢ રોઝાનાર સહિત આસ પાસ ના વિસ્તારોમાં મોટે ભાગે પશુપાલકો વસવાટ કરે છે તેઓ ખેતી અને પશુપાલન કરીને પોતાનું ગુજરાત ચલાવે છે જેમાં રોઝાનાર ગામે એક ઘટના બની છે આ ઘટના માં રોઝાનાર ગામેં રહેતા ભયલાલભાઈ મગનભાઈ બારીયા નામક એક પશુપાલક રહે છે તેઓ ખેતી અને પશુપાલન કરીને પોતાનું ગુજરાત ચલાવે છે તેઓ રાબેતા મુજબ ઘર નજીક અઢી વર્ષની પાડી બાંધી હતી જેનો રાત્રિના અંદાજિત 3:00 વાગ્યાના સમયગાળા દરમિયાન અચાનક દીપડાએ હુમલો કરી અઢી વર્ષીય પાડી નું મારણ કરી ફાડી ખાધી હોવાનું જાણવા મળેલ છે હાલ બે દિવસ અગાવ વંઢ ગામે ઘર નજીક બાંધેલી પાડી ને દીપડા એ શિકાર બનાવ્યો હતો હવે ફરી એકવાર રોઝાનાર ગામે દીપડાએ પાડી ને શિકાર બનાવતા સમગ્ર વિસ્તારમાં ડર નો માહોલ છવાયો છે ગ્રામ્ય વિસ્તાર હોય રાત્રે ખેડૂતોને ખેતરમાં અવર જવર થતી હોય અને આવા જંગલી જાનવર ફરતા હોવાથી કોઈ અજુકતો બનાવ ન બને તે માટે ફોરેસ્ટ વિભાગ તરફથી વહેલી તકે પાંજરું મૂકીને આ આતંક મચાવનાર જાનવરને ઝડપી પાડવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY