રાજપીપળા મા આમ આદમી પાર્ટી તરફ થી પંજાબ ના સી એમ ભગવત માન નો રોડ શો યોજાયો : BJP પર પ્રહાર

0
15

◾ભાજપે આટલા વર્ષો ગુજરાતની જનતાને મૂર્ખ બનાવી કોઈ કામગીરી કરી નહિ અને મોંઘવારી, બેરોજગારી ઉભી કરી ભ્રષ્ટાચાર કર્યો …ભગવંત માન

◾રોડ શો ના કલાકો પેહલાં જ રાજપીપળા નગરપાલિકા દ્વારા આમ આદમી પાર્ટી ના તોરણ અને ફ્લેગ કાઢી લેવાયા

◾જ્યારે બીજી તરફ શુક્રવારે રાજપીપળા મા ગૃહ મંત્રી અમિત શાહ ભાજપ ના ઉમેદવાર દર્શના દેશમુખ રોડ શો કરવા આવવાના હોઈ સ્ટેશન રોડ ની વચ્ચે આવેલા ડિવાઈડર ઉપર પડદા અને રોડ ની એક તરફ વાંસ નું બેરીકેડિંગ કરાયુ

(ભરત શાહ દ્વારા) – રાજપીપળા : ગુજરાત વિધાનસભાની ચુટંણી નું પ્રથમ ચરણ નું મતદાન 1 ડિસેમ્બરના રોજ થવાનું હોય હવે માંડ 6 દિવસ બાકી હોય તમામ રાજકીય પાર્ટીઓ જીત માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે,જેમાં ગુરુવારે રાજપીપલા ખાતે આમ આદમી પાર્ટી ના ઉમેદવાર ડો.પ્રફુલ વસાવા ના પ્રચાર માટે પંજાબના મુખ્ય મંત્રી ભગવંત માન નાંદોદ વિધાન સભા મતવિસ્તારમાં આવતા રાજપીપલા શહેર ખાતે રોડ શો કર્યો હતો.

રાજપીપળા માં હરસિધ્ધિ માતાજીના મંદિરથી સીધા સંતોષ ચાર રસ્તા પાસે થી તેમનો રોડ શો શરુ થયો અને સફેદ ટાવર ખાતે પહોંચી જાહેર જનતા ને સંબોધીને ભાજપ કોંગ્રેસ પર આકરા કટાક્ષ કરી વચન આપ્યું હતું કે મફત વીજળી પાણી આરોગ્ય સુવિધા સાથે અમારી સરકાર બનવાથી કોઈ પેપર લીક નહિ થાય અને કોન્ટ્રાકટ પદ્ધતિ રદ કરી કર્મચારીઓ ને રેગ્યુલર કરીશું આવા અનેક કામો ગુજરાત માં કરવા છે જેમાં ગુજરાતની જનતા છેલ્લા 32 વર્ષથી મળી રહ્યા નથી ત્યારે એક વાર કેજરીવાલ ને 5 વર્ષ આપો ગુજરાતનો સાચો વિકાસ દેખાડી શું બાકી યોગ્ય ના લાગે તો ઉખાડી ફેંકજો એવો ટંકાર પણ ભગવત માને કર્યો હતો.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY