છેલ્લા ત્રણ વર્ષથી શરીર સબંધી ગુનામાં નાંસતા ફરતા શખ્સને અંકલેશ્વર થી ઝડપી પાડતી એલ.સી.બી. નર્મદા.

0
12

(ભરત શાહ દ્વારા) – રાજપીપળા : હાલમાં વિધાનસભા સામાન્ય ચુંટણી-૨૦૨૨ યોજાનાર હોય જેથી ગુનાના કામે જીલ્લાના નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડી જેલ હવાલે કરવાની સુચના અને માર્ગદર્શન અનુસંધાને જે.બી.ખાંભલા, પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. નાઓ જીલ્લાના નાસતા ફરતા આરોપીઓની યાદીની ચકાસણી કરી તેમજ નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા સારૂ વોચ તેમજ બાતમીદારોથી બાતમી હકીકત મેળવી ઝડપી પાડવાના તપાસમાં હતા દરમ્યાન બાતમીદારથી માહીતી મળેલ કે, તિલકવાડા પો.સ્ટે. નાં શરીર સબંધ મુજબના ગુનાના કામનો નાસતો ફરતો શાહુદ્દીન મસવર ખાન દાયમા રહે. રેંગણ તા.તિલકવાડા જી.નર્મદા નાનો અંકલેશ્વર પાસે હોવાની ચોક્કસ બાતમી મળતાં એલ.સી.બી. ટીમના પોલીસ માણસોને અંકલેશ્વર ખાતે તિલકવાડા પો.સ્ટે.ના ગુનાના કામના નાસતા ફરતા શખ્સ અંકલેશ્વર ખાતેના માંડવા ચોકડી પાસેથી ઝડપી પાડી ગુનાના કામે તિલકવાડા પો.સ્ટે.ને સોંપવામાં આવ્યો છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY