નાંદોદ તાલુકામાં ચાલતી પુરવઠાની દુકાનો માં નવેમ્બર મહિનાનો દાળ નો જથ્થો નહિ પહોંચતા સંચલકો નારાજ

0
11

એક બાજુ નવેમ્બર મહિનાનો જથ્થો મળ્યો નથી છતાં ડિસેમ્બર મહિના ની પરમીટ તાત્કાલિક કઢાવવા સંચાલકો નાં મોબાઈલ પર મેસેજ આવતા રોષ

(ભરત શાહ દ્વારા) – રાજપીપળા : નર્મદા જિલ્લામાં પુરવઠા વિભાગ માં અવાર નવાર અનાજ મુદ્દે માથાકૂટ જોવા મળે છે જેમાં નવેમ્બર મહિનાની દાળ હજુ સંચાલકો ને પહોંચી નથી ને બીજી બાજુ આવનારા ડિસેમ્બર મહિના માટેની પરમીટ કઢાવવા સંચાલકો પર મેસેજ આવતા ગોડાઉન થી પુરવઠા સંચાલક સુધી વહેચણી મુદ્દે અસમંજસ ઊભી થઈ છે.
પુરવઠા નાં દુકાનદારો નાં જણાવ્યા મુજબ દર મહિને કોઈ ને કોઈ જથ્થો મોડો ફળવાઇ છે અને આગલા મહિનાની પરમીટ બાબતે મેસેજ કરી પરમીટ નહિ કાઢવો તો નોટિસ અપાશે તેવી ધમકી પણ મળે છે તો અમે સંચાલકો માલ વેચીને બીજા મહિનાની પરમીટ માટે કેવી રીતે વ્યવસ્થા કરીયે..?

જોકે આ બાબતે રાજપીપળા કાર્યરત ગોડાઉન મેનેજર સાથે મુકુંદભાઈ સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે મહિના ની શરૂઆત માં દાળ આવી હતી પરંતુ તેને ટેસ્ટિંગ માં મોકલી તો તેનો સેમ્પલ રિજેક્ટ થવા માટે બીજો જથ્થો આવ્યો તેનો હજુ રિપોર્ટ નહિ આવતા દાળ હજુ ફાળવાઇ નથી એક બે દિવસમાં રિપોર્ટ આવ્યા બાદ બાકી સંચાલકો ને જથ્થો ફાળવશે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY