નર્મદા જિલ્લામાં વધુ એક સગીર દિકરીનું લગ્નની લાલચે અપહરણ થયું

0
24

(ભરત શાહ દ્વારા) – રાજપીપળા : નર્મદા જિલ્લામાં ઘણા દિવસોથી સગીર દીકરીઓના અપહરણ ની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે ત્યારે હાલમાં વધુ એક દીકરી નું લગ્નની લાલચે અપહરણ થયું છે

મળતી માહિતી અનુસાર નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના જંતર ગામમાં બનેલી ઘટના માં બુટીયાભાઈ વિરમાભાઈ વસાવા,રહે.જતંર કુકડા ફળીયુ તા.ગરૂડેશ્વર જી.નર્મદા ની ફરિયાદ મુજબ મિતેષભાઈ છીદીયાભાઈ વસાવા રહે ગડી કુમેટા ફળીયુ તા.ગરૂડેશ્વર જી.નર્મદા તેમના ઘર આગળથી ગઈ તા. ૧૧/૦૩/૨૦૨૩ ના રોજ વહેલી સવારના એક્થી બે વાગ્યાના વચ્ચેના કોઈ પણ સમયે તેમની સગીરવયની દિકરી ઉ.વ ૧૭ વર્ષ ૦૭ મહીના ૧૬ દિવસ નાની ને લલચાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી અપહરણ કરી લઈ જઈ ગુનો કરતા ગર્યદેશ્વર પોલીસે મિતેષ વસાવા સામે ગુનો દાખલ કરી શોધખોળ આદરી છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY