માનવતાના સેવા કાર્યમાં જોડાઈને નર્મદા જિલ્લાને ટીબી મુક્ત બનાવવા આરોગ્ય વિભાગની સહકાર માટે વિનંતી

0
14

  • ટીબીની હાર એ દેશ સહિત નર્મદા જિલ્લાની મોટી જીત : જિલ્લા ક્ષય કેન્દ્ર નર્મદા
  • નર્મદા જિલ્લાના પ્રત્યેક ટીબી દર્દીઓના પોષણ અને સારવાર માટે ચાલો નિક્ષય મિત્ર બની નર્મદા જિલ્લાને ટીબી મુક્ત બનાવીએ

(ભરત શાહ દ્વારા) – રાજપીપળા : દેશના મહામહિમ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુર્મુજીએ વર્ષ ૨૦૨૫ સુધીમાં દેશને ટીબી મુક્ત કરવા માટે પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત ઝુંબેશનો શુભારંભ કરાવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દ્રષ્ટિવંત નેતૃત્વ અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉર્જાવાન આગેવાની હેઠળ નર્મદા જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયા, જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ સહિત આરોગ્ય વિભાગની સંપુર્ણ ટીમે નિશ્ચય કર્યો છે, નિક્ષય મિત્ર તૈયાર કરીને ટીબીના દર્દીઓને દત્તક લઈને જિલ્લાને ટીબી મુક્ત બનાવવાનો.

સમાજના દરેક ક્ષેત્રમાં સફળતા મેળવવા માટે તંત્ર સાથે પ્રજાજનોની જનભાગીદારી ખુબ મહત્વપૂર્ણ હોય છે. આજે નર્મદાના દરેક ગામમાં એક નિક્ષય મિત્ર બને અને ટીબીના દર્દીને દત્તક લઈને દર્દીને પોષણયુક્ત આહારની કીટ દર મહિને આપીને પોતાની સમાજ પ્રત્યેની જવાબદારી અદા કરવાની આ ઉત્તમ તક ઝીલી લેવી જોઈએ. વિવિધતામાં એકતાનું પ્રતિક આપણો દેશ ભારત જ્યાં વિવિધ બોલી-ભાષા, ખાન-પાન, પહેરવેશ, ધર્મ જુદા-જુદા હોઈ શકે પરંતુ એકતાની તાકાતથી તો વિશ્વ પણ પરિચિત થયુ છે.

ટીબી સામે નર્મદા જિલ્લાનું રણશીંગુ

નિક્ષય મિત્ર બનવુ ખુબ સરળ છે, www.nikshay.in પર પોતાની નોંધણી કરીને જાતે નિક્ષય મિત્ર બનીને ટીબીના દર્દીઓ માટે મદદરૂપ થઈ શકાય છે. અધિકારી, કર્મયોગીઓ, ચૂંટાયેલા પ્રતિનિધિ, ધાર્મિક તેમજ સામાજિક આગેવાન, દાતા, ગ્રુપ, મંડળ, સંસ્થા, કંપની, સેવાભાવી ડોક્ટર, વકીલ, શિક્ષક, કરિયાણાના દુકાનદાર સહિત પ્રત્યેક નાગરિક જિલ્લાને ટીબી મુક્ત બનાવવા પોતાની ઉત્સાહભેર ભાગીદારી નોંધાવીને નિક્ષય મિત્ર બની શકે છે.

ન્યુટ્રીશિયન કીટ

ગામમાં ૩ થી ૪ ટીબીના દર્દીઓની શક્યતા છે. નિક્ષયમિત્ર પોતાના દત્તક દર્દીને સરકાર દ્વારા નક્કી કરેલ છ માસ સુધી પોષણયુક્ત કીટમાં ૧ કિલો બાજરી, જુવાર તથા ઘઉં, ૨ કિલો ચણા, મગ તથા તુવેરદાળ, ૧ લિટર તેલ અને ૧ કિલો સિંગદાણા ઉપલબ્ધ કરાવી શકે છે. જેની અંદાજિત કિંમત સામાન્યત: રૂ. ૫૦૦ થી ૭૦૦ રહેશે.

ટીબીના દર્દીને પોષણયુક્ત રાશનની કીટ ઉપલબ્ધ કરાવીને વહેલીતકે તંદુરસ્ત બનાવવાની આ ઝુંબેશમાં જોડાવવા આરોગ્ય વિભાગ દ્વારા નર્મદા જિલ્લાના પ્રત્યેક જવાબદાર નાગરિક આગળ ચાલીને પોતાની ફરજ અદા કરશે તેવી આશા વ્યક્ત કરી છે.

ઉલ્લેખનીય છે કે, નિદાન અને સારવારની તમામ સુવિધાઓ આરોગ્ય વિભાગ દ્વારા નિશુલ્ક ઉપલબ્ધ છે પરંતુ ટીબીને જિલ્લામાંથી જડમૂળથી નાબૂદ કરવા માટે દરેક વ્યક્તિ યોગદાન આપી શકે છે. કારણ કે, ટીબી હારેગા તભી દેશ જીતેગા.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY