નર્મદાના ગરુડેશ્વર,તિલકવાડા,સાગબારા તાલુકા માંથી સગીરાઓનું અપહરણની માર્ચ મહિનામાં પાંચ ઘટના બની

0
18

(ભરત શાહ દ્વારા) – રાજપીપળા : નર્મદા જિલ્લામાં એક બાદ એક સગીર બાળકીઓના અપહરણ ની ઘટના સામે આવી રહી છે ત્યારે હાલમાં વધુ એક ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે, માર્ચ મહિનામાં જ નર્મદા જિલ્લાના ગરુડેશ્વર,તિલકવાડા, સાગબારા તાલુકાના ગામો માંથી એક બાદ એક સગીર દીકરીઓને લગ્નની લાલચે ભગાડી જવાના કિસ્સા સામે આવ્યા હોય માર્ચ નાં એકજ મહિનામાં આવી પાચ જેટલી ઘટના બનતા આ બાબત ગંભીર કહી શકાય

હાલમાં તિલકવાડા તાલુકા માંથી વધુ એક સગીરાનું અપહરણ થયાની ઘટના પોલીસ મથકે નોંધાઇ છે જેમાં મળતી માહિતી મુજબ તિલકવાડા તાલુકાના કામસોલી ગામ રહેતા મહેશભાઈ બચુભાઈ સાવલીયા ની સગીર વયની દીકરીને કોઇ અજાણ્યો ઇસમ કોઇપણ કારણસર પટાવી ફોસલાવી લઈ જઈ અપહરણ કરી જતા તેના પિતા એ તિલકવાડા પોલીસ મથકે ફરિયાદ આપી છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY